તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષિ યુનિ.ના છાત્રોએ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં 3 મેડલ મેળવ્યાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લુધિયાણા પંજાબ એગ્રીકલ્ચર યુનિ. ખાતે રાષ્ટ્રીય કક્ષાની જુદી-જુદી સ્પર્ધા યોજાઇ હતી જેમાં 60 યુનિવર્સિટીનાં 2 હજાર જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જુદી-જુદી ટીમનાં કુલ 40 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં કૃષિ યુનિ.નાં જેમીન પટેલે લાંબી કુદમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો જયારે ટેબલ ટેનિસ બહેનોની ટીમે ગોલ્ડ મેડલ અને ભાઇઓની ટીમે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. કૃષિ યુનિ.નાં વિદ્યાર્થીઓએ કુલ ત્રણ મેડલ જીત્યા હતા. આ સિધ્ધી બદલ કુલપતિ ડો.એ.આર.પાઠક, ડો.વી.પી.ચોવટીયા, ડો.પી.વી.પટેલ, ડો.એસ.એમ.ઉપાધ્યાય, ડી.વી.ભુત, ડો.ભગીરથ ગોહિલ સહિતનાએ અભિનંદન આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...