તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વંથલીના ઓઝત વિયર ડેમમાંથી પાણી છોડવાની કરાયેલી માંગ સામે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વંથલીના ઓઝત વિયર ડેમમાંથી પાણી છોડવાની કરાયેલી માંગ સામે સ્થાનિક ખેડૂતોમાંથી વિરોધનો સૂર ઉઠ્યો છે. આ અંગે વંથલી તાલુકા પંચાયતના સભ્ય મહેન્દ્રભાઇ દલસાણીયાએ જણાવ્યું છે કે, પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક દ્વારા સીએમને પત્ર પાઠવી ઓઝત વિયરમાંથી પાણી છોડવાની માંગ કરાઇ છે.

જ્યારે આ માંગ ખોટી છે કારણ કે હાલ ઓઝત નદીમાં પાણી ભરેલું છે. ત્યારે જો ઓઝત વિયર ડેમમાંથી પાણી છોડાશે તો પણ ખેડૂત સુધી પાણી પહોંચશે નહી. અગાઉના વર્ષોમાં પણ ડેમને ખાલી કરવા માટે ગાંધીનગરથી મંજૂરી લાવવામાં આવી હતી પરંતુ સ્થાનિક ખેડૂતોના વિરોધ અને આંદોલન બાદ પાણી છોડવાનું બંધ રહ્યું હતું. ત્યારે આ પાણી છોડી કોને લાભ અપાવવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે? લોકોમાં થતી ચર્ચા મુજબ ડેમમાંથી પાણી છોડી, ખાલી કરાવી રેત માફીયાને ફાયદો કરાવવા પ્રયાસ થઇ રહ્યો છે. ત્યારે આ મામલે સત્વરે યોગ્ય કરી પાણી છોડવામાં ન આવે તેવી વંથલી પંથકના ખેડૂતોની માંગ હોવાનું મહેન્દ્રભાઇ દલસાણીયાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો