તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગેસનાં ટેન્કર બાદ હવે સિમેન્ટનાં ટેન્કરમાં 20 લાખનો દારૂ ઘુસાડ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજસ્થાનથી મોટા પ્રમાણમાં જૂનાગઢ દારૂ આવતો હોવાનું સામે આવી રહ્યું છે. થોડા સમય પહેલા જ શહેરના જીઆઇડીસી વિસ્તારમાંથી દારૂ ભરેલા ગેસના ટેન્કરને ઝડપી લીધું હતું. ત્યારે ફરી એક વખત વિજાપુર ગામના ચોકમાં પડેલ સિમેન્ટના ટેન્કરમાંથી 20.94 લાખ રૂપિયાનો દારૂ ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ ઝડપી લઇ ત્રણ અારોપીને ઝડપી લીધા હતા. જ્યારે દારૂ મોકલનાર સહિત કુલ 5ના નામ પણ ખુલ્યા છે. પોલીસમાંથી મળતી માહિતી મુજબ રાજસ્થાનથી સિમેન્ટના ટેન્કરમાં વિદેશી દારૂ ભરી જૂનાગઢના વિજાપુર ગામે આવ્યો હોવાની ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલને બાતમી મળી હોવાથી દરોડો પાડતા વિજાપુર ગામના ચોકમાં આવેલ જગ્યામાં સિમેન્ટનું ટેન્કર પડ્યું હતું. જેની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ અંગેની જાણ થતા જૂનાગઢ પોલીસે આરોપી માંગીલાલ તેજારામ બિશ્ર્નોઇ, અશોક બલવંતરામ પવાર અને નિમેષ રાજુ ચૌહાણને ઝડપી લીધા હતા અને પુછપરછ કરતા આ દારૂનું ટેન્કર હરિયાણા રોહતક પાસે ખરખોદા થી 6 કિ.મી. દુર એચ.પી. પમ્પ પાસે આવેલ હોટલ પરથી રાજસ્થાનના ઝાલોર જિલ્લાના ખારા ગામે રહેતા કાલુરામ ગોકલારામ બિશ્નોઇએ મોકલ્યો હતો. પોલીસે દારૂ ભરેલ ટેન્કર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી ટેન્કરમાંથી કાઢી ગણતરી શરૂ કરી હતી. જેમાં કુલ બોટલ નંગ-5982 જેની કિંમત રૂપિયા 20,94,600 તેમજ ટેન્કર, મોબાઇલ સહિત કુલ 31,12,400 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીની પુછપરછ દરમિયાન જૂનાગઢમાં લીરબાઇપરામાં રહેતા ભરતની પણ આમાં સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. જૂનાગઢ પોલીસે ડ્રાઇવર, ક્લીનર અને દારૂ મોકલનાર સહિત કુલ 5 સામે ગુનો નોંધ્યો છે.

ટેન્કરમાં છુપાવીને લઈ જવાતા દારૂનાં જથ્થાને ઝડપી લીધો. ભાસ્કર

દારૂ ઘુસાડવાના અનેક પ્રયાસો
હરિયાણા અને રાજસ્થાનથી મોટા પ્રમાણમાં જૂનાગઢ દારૂ આવતો હોવાનું સામે આવે છે. અગાઉ પોલીસે ગેસના ટેન્કરમાં દારૂ ભરેલો ઝડપી પાડ્યો હતો. જ્યારે ફરી એક વખત સિમેન્ટના ટેન્કરમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. રાજસ્થાનથી દારૂ જૂનાગઢ સુધી પહોંચી જાય છે. પરંતુ તેમને કોઇ રોકવાવાળુ નથી ? તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો