તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Junagadh News After The Development Of The Former The Supply Department Has Given The Charge To The Supply Department After Running The Race Office 030650

અગાઉ વિકસતી જાતિની કચેરી બાદ પુરવઠા વિભાગને હવાલો સોંપાતાં લાભાર્થીઓને દોડધામ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ જે લાભાર્થીઓને ગેસ કનેક્શન મળ્યા છે તેઓને માનવ ગરીમા યોજના હેઠળ પ્રેશરકુકર આપવાના હતાં. આ અંગે જરૂરી કાગળો સાથેની અરજી કરવા જિલ્લા નાયબ નિયામક, વિકસતી જાતિની કચેરી બહુમાળી દ્વારા જણાવવામાં આવ્યું હતું જેને પગલે અરજદારોએ આવકના દાખલા, જાતિના દાખલા, રેશનકાર્ડ, આધારકાર્ડ, બેંક પાસબુક, ગેસ કનેક્શન મળ્યાની પહોંચ, પાસપોર્ટ સાઇઝનાં ફોટા સહિતનાં દસ્તાવેજની નકલો સાથે અરજી કરી હતી. બાદમાં 4 ડિસે. સવારે 10 થી બપોરનાં 1 વાગ્યા સુધી તા.પં. કચેરી લીમડા ચોક, બીજામાળ ખાતેથી કુકર આપવામાં આવનાર હોવાની જાણ કરવામાં આવી હતી. જોકે, કુકર લેવા માટે ગયેલ લાભાર્થીઓને પુરવઠા વિભાગમાંથી કુકર મળશે તેવું જણાવી રવાના કરી દેવાયા હતાં. આ મામલે વિકસતી જાતિનાં જિલ્લા નાયબ નિયામક એચ.એચ.મહેતાઅે જણાવ્યું હતું કે, સરકારમાંથી નિર્ણય બદલાયો છે જેને પગલે લાભાર્થીઓની નામાવલી તૈયાર કરી હતી તેની યાદી પુરવઠા વિભાગને આપી છે. હવે લાભાર્થીઓને પુરવઠા વિભાગમાંથી કુકર આપવામાં આવશે. આમ વિકસતી જાતિની કચેરી બાદ પુરવઠા વિભાગને હવાલો સોંપાયો છે જેને કારણે લાભાર્થીઓને 500 થી વધુનો ખર્ચ કર્યા પછી પણ કુકર મળ્યું નથી અને ફરી પુરવઠા વિભાગ સુધી લાંબા થવું પડશે જેને કારણે લાભાર્થીઓમાં રોષ વ્યાપી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...