તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

12 દિવસ બાદ આરોગ્ય કર્મીઓની આજે ગાંધીનગરમાં બેઠક મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મીઓ પોતાની વિવિધ માંગને લઇને 15 ફેબ્રુઆરીથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર છે.

દરમિયાન ગાંધીનગર સ્થિત રાજય સરકારના પંચાયત વિભાગના નાયબ સચિવ એસ.એસ. પારેખે કર્મચારીઓ સાથે બેઠકનું આયોજન કર્યું છે. આ બેઠક મંગળવારના રોજ મળનાર છે ત્યારે કર્મીઓની માંગ સંતોષાશે કે કેમ ω તેના પર સૌની મીટ મંડાઇ રહી છે. આ અંગે જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ સુરેશભાઇ વડારીયા અને મહામંત્રી કે.બી. સોલંકીએ જણાવ્યું હતું કે વિવિધ 13 પ્રકારની માંગને લઇને આરોગ્ય કર્મીઓ દ્વારા અનેક રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા કોઇ નિર્ણય લેવામાં ન અાવતા આરોગ્ય કર્મીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું. છેલ્લા 12 દિવસથી આરોગ્ય કર્મીઓ હડતાળ પર છે. દરમિયાન 26 ફેબ્રુઆરી બપોરના 3 વાગ્યે ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગના અગ્ર સચિવની અધ્યક્ષતામાં બેઠક યોજાનાર હોય સૌની મીટ આ બેઠક પર મંડાઇ રહી છે. ત્યારે જોવું રહ્યું કે આ બેઠકનું શું પરિણામ આવે છે ω

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો