તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉમા મહિલા મંડળના 10 વર્ષ પૂરા થતાં સ્નેહમિલન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ ઉમા મહિલા મંડળ દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. મંડળના 10 વર્ષ પૂર્ણ થતા ઉજવણીના ભાગરૂપે પારિવારિક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ-અલગ સાંસ્કૃતિક પ્રોગ્રામ, મીની કોમેડી, નાટક, ડાન્સ સહિતના કાર્યક્રમો સાથે 10 વર્ષમાં જે હોદ્દેદારો કાર્ય કરી ચુક્યા છે તેઓનું સન્માન તેમજ મંડળની બહેનોએ બહારની સ્પર્ધામાં ભાગ લઇને પ્રથમ નંબર મેળવનાર બહેનોનું પણ સન્માન કરાયું હતું. તે ઉપરાંત જયેશભાઇ વાછણી દ્વારા સંતાન શિક્ષણને સમજના વિષય પર વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમમાં તમામે સમૂહ ભોજન સાથે લીધું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિલ્પાબેન આરદેશણા, રસિલાબેન કાલરીયા, ભાવનાબેન જસાણી, શીતલબેન વામજા, કિરણબેન ભાલોડીયા, પ્રવિણાબેન ફળદુ, હંસાબેન અઘેરા, જ્યોતિબેન મોરડીયા દ્વારા કરવામાં આવ્યું હતું તેમ મંડળના પ્રમુખ શિલ્પાબેન આરદેશણાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...