તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એરોબિક, જુમ્બા ડાન્સ અને પાવર ગરબા કરોને કાયમી સ્ફૂર્તિલા રહો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફિટનેસ જાળવી રાખવા માટે જૂનાગઢ મહિલા પરિષદે અનોખું આયોજન કર્યું હતું. શિયાળાની ઋતુ દરમિયાન કાળજી રાખી આખું વર્ષ સ્ફૂર્તિલા રહેવા માટે કરાયેલા આયોજનમાં ફિઝીયોથેરાપીસ્ટ ડો. કોમલ ઓટવાનીએ મહિલાઓને એરોબિક અને જુમ્બા ડાન્સ તેમજ પાવર ગરબા કરવાની તાલીમ આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એકસરસાઇઝથી તમે કાયમી ધોરણે તરોતાજા, સ્ફૂર્તિલા અને નિરોગી રહી શકશો. જ્યારે મનની શાંતિ માટે યોગનું મહત્વ સમજાવ્યું હતું. આ કાર્યક્રમમાં 40 થી 80 વર્ષની બહેનોએ ભાગ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના મનોરમાબેન વઘાસીયા, સિમાબેન માંડવીયા, અનીલાબેન મોદી, સાધનાબેન વોરા તેમજ ભાર્ગવીબેન જોશી વગેરેએ જહેમત ઉઠાવી હતી.

40 થી લઈને 80 વર્ષ સુધીની મહિલાઓએ ભાગ લીધો. ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો