તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કારે છકડો રીક્ષાને ઉડાવતા યુવાનનું મોત, બેને ઇજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળ-પોરબંદર હાઇવે પર માંગરોળનાં આરેણા ગામની સીમ વિસ્તારમાં કારે છકડો રીક્ષાને ઉડાવતા આ સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે બે યુવાનને ગંભીર ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતાં.

વેરાવળ-પોરબંદર હાઇવે પર અારેણા ગામની સીમ વિસ્તારમાં ગત તા.5 નાં સવારના અરસામાં કાર નં.જીજે-25-જે-4870 નાં ચાલકે સામેથી આવતી છકડો રીક્ષા નં.જીજે-11-ઝેડ-1768 ની સાથે અકસ્માત સર્જતા રીક્ષામાં બેસેલા સુફીયાનને શરીરે, માથાના ભાગે ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું. જ્યારે સાહિલ અને સોહિલને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત સર્જી ચાલક રોડ પર જ કાર મુકીને નાસી ગયો હતો. માંગરોળમાં રહેતા હુસેનભાઇ મહમદભાઇ બતકે માંગરોળ મરીન પોલીસમાં કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...