તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિરીયાનીની હોટલમાં કામ કરતો નોકર 3 લાખ લઇ છૂ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જૂનાગઢના ચિત્તાખાના ચોકમાં આવેલી એક બિરીયાનીની હોટલમાં નોકરી કરતા શખ્સે માલિકના 3 લાખ લઇ નાસી છૂટ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢના સલમાનખાન મહોમદ જુબેરખાન (ઉ. 27) નામના વેપારી મૂળ ઉત્તરપ્રદેશનાં છે. અને રાજ ગેસ્ટ હાઉસમાં ભાડેથી રહી જૂનાગઢમાં બોમ્બે નવાબ નામની દુકાનમાં બિરિયાનીનો ધંધો કરે છે.

તેમણે ધંધામાં માણસની જરૂર પડતાં મુંબઇના મલાડમાં રહેતા જાવેદ ઇકબાલખાન (ઉ. 19) નામના
શખ્સને ગત તા. 6 માર્ચ 2020 થી નોકરીએ રાખ્યો હતો. જાવેદ પણ સલમાનખાનની સાથેજ ગેસ્ટ હાઉસની રૂમમાં રહેતો.

થોડાજ દિવસોમાં તેણે માલિકનો વિશ્વાસ જીતી લીધો હતો. બિરિયાનીના વેપારના 3 લાખ રૂમમાંજ સ્ટીલના ડબ્બામાં એકઠા કર્યા હતા. દરમ્યાન ગત તા. 10 માર્ચે જાવેદે ન્હાવા જવાના બહાને માલિક પાસેથી રૂમની ચાવી માંગી હતી. તે મોડે સુધી પાછો ન ફરતાં સલમાનખાને રૂમ પર જતાં તાળું હતું.

તે તોડીને જોતાં રૂપિયા નહોતા અને જાવેદનો મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો. આથી તેણે બી ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બનાવની તપાસ પીએસઆઇ વી. કે. ડાકી ચલાવી રહ્યા છે.

જૂનાગઢના વેપારીએ મુંબઇના શખ્સને નોકરીએ રાખ્યો તો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો