તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આધેડ પર છરી વડે હુમલો કરી પાકીટ, મોબાઇલની લુંટ ચલાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ શહેરના જોષીપરામાં રહેતા આધેડ પર ગત રાત્રીના રેલવે સ્ટેશન નજીક અજાણ્યા બે શખ્સોએ હુમલો કરી છરી વડે ઇજા પહોંચાડી પાકીટ તેમજ મોબાઇલની લુંટ ચલાવતા ફરિયાદ નોંધાઇ છે. આ અંગે જોષીપરાના કિશોરભાઇ સાવલીયાએ જણાવ્યું હતું કે જોષીપરાની ગોપાલનગર સોસાયટીમાં રહેતા ભરતભાઇ પાનસુરીયા ગત રાત્રીના રાજકોટથી લગ્ન પ્રસંગ પૂરો કરી જૂનાગઢ આવવા નિકળ્યા હતા. દરમિયાન રેલવેમાંથી ઉતરી રાત્રીના 1 થી 1 :30 વચ્ચે તેઓ રેલવે પોલીસ ચોકીથી આગળ ગંધારી વાડી પાસે પહોંચ્યા હતા. ત્યારે બાઇક આવેલા બે અજાણ્યા શખ્સોએ ભરતભાઇને જણાવ્યું હતું કે તમારી પાસે જે હોય તે આપી દો. બાદમાં રકઝક થતા અજાણ્યા શખ્સોએ ભરતભાઇ પર છરી વડે હુમલો કરી હાથ અને પગમાં ઇજા કરી પાકીટ અને મોબાઇલની લુંટ ચલાવી નાસી છૂટયા હતા. આ અંગે રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાલ ઇજાગ્રસ્ત ભરતભાઇને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ બનાવમાં સંડોવાયેલા શખ્સોને ઝડપી લઇ સખ્ત કાર્યવાહી કરવાની અમિતભાઇ પટેલ અને કિશોરભાઇ સાવલીયાએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો