તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છરી લઇ રસ્તા પર ધમાલ મચાવતો શખ્સ ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ શહેરના બસ વૈભવ ફાટક નજીક એક શખ્સ હાથમાં છરી લઇ રાહદારીઓને ગાળો બોલતા હોવાની પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે આ શખ્સને ગેરકાયદેસર છરી સાથે ઝડપી લઇ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે. એ ડીવીઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બસ સ્ટેન્ડ આગળ વૈભવ ફાટક પાસે એક શખ્સ હાથમાં છરી રાખી રાહદારીઓને ગાળો બોલતો હતો.

પોલીસે આ શખ્સને ઝડપી લઇ પુછપરછ કરતા શહેરના જુલાઇ વાડામાં રહેતો વસીમ ઉર્ફે રાજા યુસુફ હુશેનુન હોવાનું જણાવ્યું હતું અને તેમની પાસે રહેલી ગેરકાયદેસર છરીથી તે ગુનો કરે તે પહેલા પોલીસે તેમને દબોચી લીધો હતો અને બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં વસીમ વિરૂધ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે આ શખ્સ ધમાલ મચાવો હોવાનો વિડીયો પણ સોશ્યલ મીડીયામાં વાઇરલ થયો છે.

અન્ય સમાચારો પણ છે...