તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એસટી બસમાં શખ્સ મહિલાના ચેનચાળા કરી નાસી છુટ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળ ખાતે રહેતી મહિલા પોતાના બે સંતાનો સાથે વેરાવળ-ભુજ એસટી બસમાં તેમની બહેનપણીના ઘરે જવા નિકળી હતી ત્યારે રસ્તામાં એક અજાણ્યા શખ્સે મહિલના ચેનચાળા કરતા ડ્રાઇવર અને કંડકટરે આ શખ્સને બસમાંથી ઉતારી દીધો હતો. મહિલા ગભરાય જતા તેમના પિતાને જાણ કરી હતી બાદ જૂનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને જાણ કરતા બી ડીવીઝનનો સ્ટાફ તાત્કાલીક બસ સ્ટેશન ખાતે પહોંચી ગયો હતો અને મહિલાને પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી તેમના માતા-પિતા સાથે મિલન કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...