ડો.સુભાષ મહિલા કોલેજમાં ટ્રાફિક નિયમો અંગે વ્યાખ્યાન યોજાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ : જૂનાગઢ ડો. સુભાષ મહિલા આર્ટસ કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ ખાતે પરફેક્ટ મારૂતિ ડ્રાઈવિંગ સ્કૂલ દ્વારા ટ્રાફિકના નિયમો અંગે વ્યાખ્યાનનું આયોજન કરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓને નાના-મોટા તમામ વાહનોના નિયમોથી અવગત કરાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને ડ્રાઇવિંગ લાઇસન્સ, પીયુસી, વીમો, તથા ટ્રાફિક સિમ્બોલ અંગે માહિતગાર કરાવ્યા હતા. વાહનની ગતિ ધીમી રાખવા અને ઓવરટેક કરતી વખતે બંને બાજુ બરાબર જોઈને જવા અનુરોધ કરાયો હતો. આ તકે જવાહરભાઇ ચાવડાએ સૌને અભિનંદન પાઠવ્યા હતા. આચાર્ય ડો. બલરામ ચાવડાએ ટ્રાફિના નિયમો પાળવા અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...