તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢના માંગનાથ રોડ વિસ્તારની કાપડની દુકાનમાં આગ ફાટી નિકળી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢના માંગનાથ રોડ પર આવેલ કાપડની દુકાનમાં આગ ફાટી નિકળી હતી જેની જાણ થતા ફાયર બ્રિગેેડની ટીમે ધસી જઇ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ અંગે ફાયર ઓફિસર ભૂમિત મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, ધૂળેટીના દિવસે સાંજના 5 વાગ્યે કોલ આવ્યો હતો કે, માંગના રોડ પરની કાપડની દુકાનમાં આગ લાગી છે. બાદમાં તુરત ફાયર ફાઇટરની ટીમ સાથે ધસી જઇ અડધો કલાક સુધીમાં 5,000 લિટર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી અને મોટી દુર્ઘટના બનતી અટકાવી હતી. જો સમયસર આગ પર કાબુ મેળવ્યો ન હોત તો આગ બીજી દુકાનોમાં પણ પ્રસરી જવાની સંભાવના હતી. પ્રાથમિક તારણ મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું મનાઇ રહ્યું છે. આગના કારણે દુકાનમાં રહેલ માલ સામાન, એસી, ફર્નિચર બળીને ખાખ થઇ ગયું હતું.

5,000 લિટર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો