ભેંસાણ પાસે રીક્ષા પલટી જતાં દંપતીને ઇજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભેંસાણનાં વિસળ હડમતીયા - ઇસાપુર માર્ગ પર રીક્ષા પલટી જતાં દંપતીને ઇજા પહોંચી હતી. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ભેંસાણનાં વિસળ હડમતીયા - ઇસાપુર રોડ પર રીક્ષા નં.જીજે-36-યુ- 855નાં ચાલક વંથલીનાં સલીમ જમાલભાઇ સીફીયાએ પોતાનાં હવાલાની રીક્ષાનો કાબુ ગુમાવી પલટી ખવડાવી દેતા વંથલીનાં ઇબ્રાહીમભાઇ મામદભાઇ લાખા અને તેમના પત્ની નસીમાબેનને ગંભીર ઇજા પહોંચી હતી.