તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢ પીજીવીસીએલના ત્રણ ઇજનેરો સામે એસીબીમાં ફરિયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાં રહેણાંક માટેની બાંધકામની મંજૂરી મળી હોવા છતાં આ સ્થળે કોમર્શિયલ કનેકશન આપનાર પીજીવીસીએલના 3 ઇજનેરો સામે એસીબીમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગે અેસીબીને આપેલી ફરિયાદમાં જીજ્ઞેશભાઇ પંડયાએ જણાવ્યું છે કે,પીજીવીસીએલ કચેરી તેમજ તેમના સબ ડીવીઝનમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે. પૈસા ન આપનારને હેરાન કરવામાં આવે છે જયારે પૈસા આપનારને માગે તેવા કનેકશન અાપી દેવામાં આવે છે.

દરિમયાન શહેરના નહેરૂ પાર્કમાં આવેલ હોસ્પિટલનું કોમર્શિયલ બાંધકામ રહેણાંકની મંજૂરીમાં કરવામાં આવ્યું છે. વળી આ માટે દસ્તાવેજ પણ રહેણાંકના આપ્યા હોવા છતાં તેમને પીજીવીસીએલનું કોમર્શિયલ કનેકશન આપી દેવામાં આવ્યું છે. રહેણાંકની મંજૂરી વાળા બાંધકામમાં કોમર્શિયલ કનેકશન મળવા પાત્ર નથી છતાં પીજીવીસીએલના ઇજનેર વસાવા, ડેપ્યુટી ઇજનેર રાઠોડ અને જુનિયર ઇજનેર જલુ દ્વારા કોમર્શીયલ કનેકશન આપી દેવામાં આવ્યું છે. ત્યારે આ ત્રણેય અધિકારી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ તેમજ સત્તાનો દુરૂપયોગ કરવા અંગે કાર્યવાહી કરવા માંગ કરાઇ છે.

પીજીવીસીએલમાં મેઇલ કરવા છતાં કોઇ કાર્યવાહી નહી
પીજીવીસીએલ દ્વારા મેઇલ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે જેમાં કોઇ સમસ્યા અંગે ફરિયાદ કરી શકો છો. આ મેઇલ એડ્રેસ પર 12 માર્ચે મેઇલ કર્યો હતો પરંતુ આજ દિન સુધી ન તો કોઇ જવાબ મળ્યો કે ન તો જવાબદાર અધિકારી સામે કોઇ પગલાં લેવાયા. ત્યારે આવી ડિઝિટલ સેવા શું કામની ? માટે જૂનાગઢ અને અમદાવાદ એસીબીમાં ફરિયાદ કરવી પડી છે. જીજ્ઞેશ પંડયા

અન્ય સમાચારો પણ છે...