તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢના ગાઠીલામાં 6 સિંહની લટાર, લોકોમાં ભય

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ નજીક આવેલા ગાઠીલા ગામમાં ફરી એક વખત 6 સિંહનું ટોળુ ચડી આવ્યું હતું. શિકારની શોધમાં સિંહનું ટોળુ ગામમાં પહોંચી જતા લોકોમાં ભય જોવા મળ્યો હતો. રાત્રીના 6 સિંહની લટાર સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. સામાન્ય રીતે હવે સિંહ પણ શિકારની શોધમાં જંગલની બહાર નિકળી રહેણાંક વિસ્તારમાં આવી
રહ્યા છે.

મળતી વિગત મુજબ, જૂનાગઢના આસપાસના ગામોમાં રાત્રીના સમયે સિંહો લટાર મારી રહ્યા છે. ત્યારે જૂનાગઢ નજીક આવેલા ગાઠીલા ગામમાં એકી સાથે 6 સિંહનું ટોળુ લટાર મારી રહ્યું હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું. શિકારની શોધમાં વધુ એક વખત ગામમાં ચડી આવતા લોકોમાં ભય જોવા
મળ્યો હતો.

એકી સાથે 6 સિંહ ગામમાં ચડી આવ્યા હતા અને બાદમાં જંગલ તરફ જતા રહ્યા હતા. જો કે, ગામમાં કોઇ પણ પશુનું મારણ કર્યુ નથી. ત્યારે સિંહોના ડરને લઇને ગામ લોકોએ વન વિભાગને જાણ કરી હતી.

વધુ અેક વખત ગામમાં ચડી આવ્યા સિંહ

અન્ય સમાચારો પણ છે...