તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

40 પશુપાલકોને ભેંસ માટે દાણ, મીક્ષર, બરણી, તગારૂ, કેલ્શીયમ બોટલ અપાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા માંગરોળ તાલુકાના લોઅેજ ગામે જાફરાબાદી ભેંસોનો પશુ મેળો અને કાફ રેલી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં 40 જેટલા પશુપાલકોએ ભાગ લીધો હતો. લોએજ ગામે ગામે કેન્દ્રીય ભેંસ સુધારણા યોજનાનું કૃત્રિમ બીજદાન કેન્દ્ર આવેલ છે. આ યોજના હેઠળ કૃત્રિમ બીજદાનથી જન્મેલ જાફરાબાદી પાડીઓ, ભેંસોના પ્રદર્શનમાં કુલ 40 ભેંસો અને તેની પાડીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આશરે 100 જેટલા ખેડૂતો, પશુપાલકોએ હાજરી આપી હતી. કાર્યક્રમ અંતર્ગત ખેડૂતો વધારે ને વધારે જાફરાબાદી ભેંસો ઉછેરવા પ્રેરીત થાય તે માટે કૃષિ યુનિવર્સિટીના કૂલપતિ ડો.વી.પી.ચોવટીયા, ડો.એસ.એસ.દહીયા, ડો.કે.પી.સીંગ, વી.વી.રાજાણી, ડો.કે.એસ.મૂર્તિ, વેટરનરી કોલેજના પ્રિન્સિપાલ ડો.પી.એચ.ટાંક વગેરે એ માહિતી આપી હતી. પ્રદર્શનમાં ભાગ લીધેલ 40 પશુપાલકોને એક ગુણ દાણ, 1 કિગ્રા મીનરલ મીક્ષર, સ્ટીલની બરણી, કૃમિનાશક ગોળી, પ્લાસ્ટીકનું મોટુ તગારૂ અને કેલ્શીયમ બોટલ વિનામુલ્યે આપવામાં આવ્યા હતા. માંગરોળ તાલુકાના શ્રેષ્ઠ પશુપાલક અને જાફરાબાદી ભેંસ દૂધ ઉત્પાદન હરીફાઇમાં સરકાર દ્વારા ઇનામ મેળવેલ બે પશુપાલકોનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું અને જાફરાબાદી ભેંસના દૂધમાં ફેટના ટકા વધારે હોવાથી પશુપાલકોને ઉંચુ વળતર મળે તેવી માહીતી અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો