સગીરાનું અપહરણ કરી જનાર 4 વર્ષ બાદ ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિસાવદર તાલુકા પીયાવા ગામે રહેતો શખ્સ સગીરાને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયાની ચાર વર્ષ પહેલા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જેમાં પોલીસે ચાર વર્ષ બાદ હવે સગીરાનું અપહરણ કરી જનાર શખ્સને ગામમાંથી ઝડપી લીધો છે. પોલીસમાંથી મળતી માહિતી મુજબ વિસાવદર પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આર.પટેલ તથા પીએસઆઇ એસ.કે.માલમ સહિતના સ્ટાફને બાતમી મળી હતી કે, વર્ષ 2016માં પીયાવા ગામેથી સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરાવી લાલચ આપી અપહરણ કરી ગયો હતો. તે આરોપી વિનુ ડાભીએ સગીરા સાથે લગ્ન કરી લીધા હોય અને પીયાવા ગામમાં જ રહેતો હોય જેથી પોલીસે તેને ઝડપી લીધો હતો અને તેમના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સગીરા સાથે ગામમાં હોવાથી પોલીસે દબોચી લીધો

અન્ય સમાચારો પણ છે...