તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડેન્ગ્યુના 4 કેસ, વોર્ડ નં. 14 માં વોંકળાની સફાઇનો અભાવ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢના વોર્ડ નંબર 14માં આવેલ વોકળાની ઘણાં લાંબા સમયથી સફાઇ કરવામાં આવી ન હોય ગંદકી, દુર્ગન્ધથી આસપાસના 5000થી વધુ લોકો પરેશાન થતા હોવાનું સ્થાનીક કોર્પોરેટરે જણાવ્યું હતું. આ અંગે કોર્પોરેટર રાકેશભાઇ ધુલેશીયાએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર 14માં રાજ ટેનામેન્ટની દિવાલ પાછળથી પસાર થતા વોકળાની લાંબા સમયથી સફાઇ કરવામાં આવી નથી. પરિણામે વોકળામાં રહેલા ઝાડના કારણે ગંદા પાણીનો નિકાલ થઇ શકતો નથી. અનેક સોસાયટીમાંથી પસાર થતા વોકળામાં ગંદા પાણી જામ થઇ જતા દુર્ગન્ધ, ગંદકી, મચ્છરના ઉપદ્રવથી સ્થાનિક લોકો પરેશાન થઇ ગયા છે. મનપા પાસે પૂરતો માનવ સ્ટાફ તેમજ સાધનો હોવા છતાં અને ખુદ કોર્પોરેટર તેમજ સ્થાનિક એસઆઇ દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં સફાઇ કામગીરી કરવામાં ન અાવતા લોકોમાં રોષ વ્યાપી ગયો છે. આ વિસ્તારમાં ડેન્ગ્યુના 4 કેસ બન્યા છે ત્યારે રોગચાળો વકરે તે પહેલા સફાઇ કરાવવા માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો