તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાતાર રોડ પરના બંધ મકાનમાંથી 38,825નો ઇંગ્લીશ દારૂ ઝડપાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જૂનાગઢના દાતાર રોડ વિસ્તારમાં આવેલ બંધ મકાનમાંથી પોલીસે ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જ્યારે દારૂનું વેંચાણ કરનાર શખ્સને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને અેસપી સૌરભ સિંઘની સૂચના અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં એ ડિવીઝન પોલીસે દારૂ અંગે તપાસ હાથ ધરી હતી. દરમિયાન એ ડીવીઝન ઇન્ચાર્જ પીઆઇ જે.પી. ગોસાઇ, પીએસઆઇ જે.એચ.કછોટ તેમજ વલ્લભભાઇ રાજાભાઇ, દેવેન્દ્રભાઇ લખમણ, જીલુભા ઠારણભાઇ, ભાવસિંહ સાદુર્લસિંહ, ભુપતસિંહ ડોલરસિંહ, વનરાજસિંહ રામભાઇ, સુભાષભાઇ ધીરૂભાઇ, અનકભાઇ ભીખુભાઇ, દિનેશભાઇ રામભાઇ, વનરાજસિંહ બનેસિંહ, નીલેશભાઇ ખીમાભાઇ વગેરે કડીયાવાડ વિસ્તારમાં પેટ્રોલીંગ કરતા હતા. દરમિયાન બાતમી મળતા દાતાર રોડ પરના બે માળના મકાનમાં ચેકીંગ કરતા ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલો , ટીન, ચપટા નંગ 210 કિંમત 38,825નો દારૂ મળી આવતા તેને ઝપ્ત કરી દારૂનું વેંચાણ કરનાર હાજર મળી ન આવનાર આરોપી શબ્બીર ઉર્ફે ભૂરો નુરમહમદ મકરાણીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

વેંચાણ કરનાર શખ્સને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો