તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બસમાં ચઢવા જતાં યુવાનના ખિસ્સામાંથી 35 હજાર ચોરાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરનો એક પરિવાર વિસાવદર લગ્નમાં જવા માટે સરદાર ચોકમાંથી ખાનગી ટ્રાવેલ્સ ચડવા જતા એક અજાણ્યા શખ્સે તેમના ખિસ્સામાંથી 35 હજાર રૂપિયા ચેરવી લીધાની યુવાને એ ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી છે. પોરબંદરના રોકડીયા હનુમાન પાછળની શેરી માધવપાર્કમાં રહેતા નિલેશભાઇ લખમણભાઇ ચુડાસમા નામનો યુવાન તેમની પત્ની અને 3 બાળકોથી સાથે વિસાવદર લગ્ન પ્રસંગમાં જવા માટે સરદાર ચોક ખાતે બસની રાહ જોઇ રહ્યા હતા તે દરમિયાન એક ખાનગી ટ્રાવેલ્સ આવતા તેમાં ચડવા માટે ભારે ટ્રાફિકને લઇને ધક્કા મુકી થતી હોય જેને લઇને એક અજાણ્યા શખ્સે નિલેશભાઇના ખિસ્સામાં રહેલા 35,000 રોકડ ચેરવી ગયો હતો. ટ્રાવેલ્સ સર્કિટ હાઉસ ખાતે પહોંચતા નિલેશભાઇને ખબર પડી કે તેમના રૂપિયા ચોરાઇ ગયા છે અને ટ્રાવેલ્સમાંથી ઉતરી સરદાર ચોક ખાતે તપાસ કરતા અજાણ્યો શખ્સ નાસી છુટ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો