તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

3 ગામ, 25000ની વસ્તી ધરાવતા વોર્ડ નં. 1 માં પાણીની કૃત્રિમ તંગી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢના વોર્ડ નંબર 1માં પીવાના પાણીની કૃત્રિમ સમસ્યા ઉદ્દભવી હોય તેનું નિરાકરણ લાવવા સ્થાનિક કોર્પોરેટરોએ મનપાને 8 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. જો 8 દિવસમાં પાણી નહી મળેતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

આ અંગે વોર્ડ નંબર 1 ના કોર્પોરેટર ભૂપત શેઠીયા અને અશોક ચાવડાએ જણાવ્યું છે કે આ વોર્ડમાં દોલતપરા, સરગવાડા અને સાબલપુર સહિતના 3 ગામોની મળી 25000થી વધુની વસ્તી છે. અહિંયા પીવાના પાણીની લાઇન અપાઇ નથી. પરિણામે લોકો કૂવા,બોર, ડંકીના પાણી પર નિર્ભર હતા. હવે તળ ડૂકી જતા પાણીની તંગી સર્જાઇ છે. અહિંયા મનપાએ પાણીની નવી ટાંકી તો મૂકી નથી પરંતુ ગત વર્ષે મૂકેલી ટાંકીઓ પણ અન્ય કોર્પોરેટરના દબાણથી ઉપાડી લઇ આવા કોર્પોરેટરના વોર્ડમાં મૂકી દીધી છે. અમુક વોર્ડમાં 100 થી પણ વધુ ટાંકી મૂકાઇ હોવાના આક્ષેપ સાથે બન્ને કોર્પોરેટરે જણાવ્યું હતું કે જો દિવસ 8માં પાણીની કૃત્રિમ તંગી દુર નહિ થાય તો વોર્ડની જનતાને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉનાળાની આકરી ગરમીને લઇને લોકોને પીવાનું પાણી પણ મળતું નથી ત્યારે આ ગામનાં બોર, કુવામાં પાણી ડુકી જતાં તંત્ર પાણી વિતરણ કરશે તેના ભરોસે રહ્યા છે પરંતુ જો પાણી વિતરણ નહીં થાય તો આંદોલન કરશે.

અન્ય સમાચારો પણ છે...