તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

3.1ની તીવ્રતા સહિતના 3 કંપને વાગડને ધ્રુજાવ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભૂ઼કંપની વરસીનો દિવસ જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ ભુસ્તરિય સળવળાટનું પ્રમાણ વધતાં ભારે ઉચ્ચાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. ત્યારે શુક્રવારની મધરાત અને શનિવારના દિવસ દરમિયાન વાગડ ફોલ્ટ 3.1ની તિવ્રતા સહિતના 3 હળવા કંપનથી ધ્રુજી ઉઠયો હતો.ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરમાંથી મળેલ માહિતી અનુસાર શુક્ર અને શનિની ભાંગતી રાત્રે અઢી વાગ્યે 3.1ની તિવ્રતાના કંપનથી ધરતી ધ્રુજી હતી.આ હળવા આંચકાનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી 19 કિલોમિટર દુર કચ્છના મોટા રણમાં આવેલ જુણા ગામ પાસે નોંધાયું હતુ઼.

અન્ય સમાચારો પણ છે...