તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

274 ક્રિટીકલ, 14 વનરેબલ મતદાન મથક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ લોકસભાની ચૂંટણીમાં 23 એપ્રિલે મતદાન થનાર છે. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારધી દ્વારા સંપુર્ણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દરમિયાન જૂનાગઢ લોકસભા બેઠક પરના બુથની વાત કરીએ તો તેમની નીચે આવતી 5 એસેમ્બલીમાં કુલ 1389 મતદાન મથકો આવે છે. જોકે આ 1389 મતદાન મથકોમાંથી 274 મતદાન મથકો ક્રિટીકલ (સંવેદનશીલ) કેટેગરીમાં આવે છે જયારે 9 મતદાન મથકો વનરેબલ(અતિ સંવેદનશીલ) કેટેગરીમાં આવે છે. ત્યારે આવા મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા દરમિયાન કોઇ અસામાજીક તત્વો દ્વારા વિક્ષેપ ન પડે તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે. લોકશાહીનું આ પર્વ નિર્વિધ્ને અને નિર્ભય રીતે લોકો ઉજવી શકે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવ્યા છે. આવા મતદાન મથકો પર પોલીસ બંદોબસ્ત સાથે સીઆરપીએફની ટીમ પણ તૈનાત કરવામાં આવે છે જેથી મતદાન સમયે કોઇ વારદાત ન થાય.

અન્ય સમાચારો પણ છે...