તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિલેશ્વર નજીક બ્લોકને કારણે રવિવારે 2 ટ્રેન રદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | રાજકોટ

રાજકોટ રેલવે ડિવિઝનના બિલેશ્વર નજીક 13 જાન્યુઆરીને રવિવારે એન્જિનિયરિંગ બ્લોકને કારણે રેલવે વ્યવહાર પ્રભાવિત થશે.રવિવારે દિવસ દરમિયાન વાંકાનેર-ઓખા અને ઓખા-રાજકોટ વચ્ચે બે ટ્રેન આંશિક રીતે રદ રહેશે ઉપરાંત અંતે 5 જેટલી ટ્રેનો 20 મિનિટથી લઈને 1 કલાક સુધી મોડી પડશે. તા.13મી જાન્યુઆરીએ વહેલી સવારે 2-20 કલાકેથી 6-20 વાગ્યા સુધી એટલે કે 4 કલાક સુધી એન્જિનિયરિંગ બ્લોકને કારણે વહેલી સવારની ભાવનગર-આેખા લોકલ ટ્રેન વાંકાનેર સુધી જ જશે.

વાંકાનેરથી આેખા સુધી રદ કરવામાં આવી છે. આ ઉપરાંત આેખા-ભાવનગર લોકલ, આેખાથી રાજકોટ સુધી બંધ કરવામાં આવી છે પરંતુ રાજકોટથી ભાવનગર તરફ જશે.

જયારે સમયમાં ફેરફાર થનાર છે તેવી ટ્રેનોમાં વહેલી સવારની રાજકોટ-કોઇમ્બતુર એકસપ્રેસ એક કલાક મોડી ઉપડશે, 59548 રાજકોટ-અમદાવાદ પેસેન્જર રાજકોટથી દોઢ કલાક મોડી ઉપડશે, 79454 રાજકોટ-મોરબી-ડેમુ સવારે 20 મિનિટ મોડી, 19217 બાંદ્રા જામનગર સૌરાષ્ટ્ર જનતા એકસપ્રેસ વિરમગામ અને વાંકાનેરની વચ્ચે 35 મિનિટ સુધી મોડી થશે. 22960 જામનગર સુરત ઇન્ટરસીટી જામનગર અને રાજકોટ વચ્ચે 25 મિનિટ મોડી થશે ત્યારબાદ રેગ્યુલર થઇ જશે. રવિવાર હોવાના કારણે નોકરીયાત વર્ગને કોઈ મુશ્કેલી નહીં પડે પરંતુ, કામધંધાઅર્થે અપડાઉન કરતા મુસાફરો પ્રભાવિત થશે.

અન્ય સમાચારો પણ છે...