તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

130 આંગણવાડી વર્કરોને મોબાઇલ કોન્ફરન્સથી જરૂરી માર્ગદર્શન અપાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલમાં પોષણ માસની ઉજવણી અંતર્ગત પોષણ માસની થીમ જેમાં બાળકના પ્રથમ ૧૦૦૦ દિવસ, એનિમિયા, ઝાડા નિયંત્રણ, હેન્ડ વોશ અને સેનિટેશન, પૌષ્ટિક આહાર વગેરે ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે જૂનાગઢના ભેસાણ, માળીયા અને જૂનાગઢ તાલુકાના 130 આંગણવાડી વર્કરને જૂનાગઢ જિલ્લા પંચાયતથી મોબાઈલ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં પ્રત્યેક ગામે મહિલાઓને, કિશોરીઓ અને સગર્ભા બહેનોને જોડીને પોષણ માસ અંતર્ગત કોઈપણ બાળક અને માતા કુપોષિત ન રહે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આઈસીડીએસ શાખા અને રિલાયન્સ ફાઉન્ડેશનના સૌજન્યથી પોષણ માસ અન્વય ટેલીફોન કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં 130 આંગણવાડી બહેનોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા. સાથે જ લાલ ઝોન અને પીળા ઝોનમાંથી બાળકને ગ્રીન ઝોનમાં લાવવા માટે પ્રયત્નો કરવા આઈ.સી.ડી.એસ શાખા અને આરોગ્ય શાખા તેમજ રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.

ગ્રામીણ ક્ષેત્રે કામ કરી રહેલા આંગણવાડી વર્કરો આ અભિયાનની મુખ્ય કડી છે ત્યારે ટેલીફોન કોન્ફરન્સ દ્વારા મહિલાઓએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા અને માહિતી પણ મેળવી હતી. કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફીસર શારદાબેન દેસાઈ સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમ બદલ તેમણે રિલાયન્સ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા આઇસીડીએસના સમગ્ર સ્ટાફ, આરોગ્ય વિભાગના અધિકારી ડો. એચ.એચ. ભાયા, તેમજ રિલાયન્સ ફાઉન્ડેશન જિલ્લા સંયોજક હરેશભાઈ ગજેરાએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...