તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકસભાની ચૂંટણીમાં તૈનાત 12,600 કર્મીઓ કરશે મતદાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભા ચૂંટણીમાં ગીર-સોમનાથનાં 4 વિધાનસભા વિસ્તારમાં 12,600 સ્ટાફ તૈનાત રહેશે. આ સ્ટાફને ચૂંટણી અંગેની પ્રથમ તાલીમ આપી દેવામાં આવી છે અને આગામી સપ્તાહે બીજી તાલીમ આપનાર છે. આગામી સપ્તાહે વિધાનસભા વાઇઝ તાલીમ દરમિયાન તમામ સરકારી કર્મચારીઓને બેલેટ પેપર આપી દેવામાં આવશે.

જિલ્લામાં કુલ 1075 મતદાન મથક છે. 12,000 થી વધુ સ્ટાફ રોકવામાં આવ્યો છે. આથી સરકારી કર્મચારીઓને ઇડીસી (ઇલેકશન ડ્યુટી સર્ટીફીકેટ) સાથે પોસ્ટલ બેલેટ ફાળવી દેવાશે. 12,000 થી વધુ સ્ટાફનાં ઓર્ડર કરાયા છે.

મહિલા સ્ટાફને સ્થાનિક કક્ષાએ જ ચૂંટણી ફરજ સોપાશે. ચૂંટણી સાહિત્ય અને ઇવીએમ માટે એસટી વિભાગ પાસેથી 220 બસો ત્રણ દિવસ માટે ભાડે લેવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...