તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રેશર કુકર મેળવવા 125 લાભાર્થીઓએ ફોર્મ ભર્યા, મળ્યા માત્ર ચાર ને જ !

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત જે લોકોને રૂપિયા 100માં ગેસ કનેકશન મળ્યા છે તે તમામ લાભાર્થીઓને માનવ ગરિમા યોજના 2018- 19 અંતર્ગત પ્રેશર કુકર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ પી.ડી. ડાંગરે જિલ્લા નાયબ નિયામક, વિકસતી જાતિની કચેરી ખાતે આવેદન આપી રજૂઆત કરી છે.

આ રજૂઆતમાં જણાવ્યું છે કે ઉજ્જવલા યોજનાનાં લાભાર્થીઓને પ્રેશરકુકર આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આવી યોજનાનાં લાભાર્થીઓે કુકર મેળવવા ગયા ત્યારે તેમને હવે જિલ્લા પુરવઠા ખાતેથી કુકર મેળવવા જણાવાયું હતું. બાદમાં જે અંત્યોદય કાર્ડ ધરાવતા હોય તેમને જ પ્રેશરકુકર આપવામાં આવનાર હોવાનો સરકારે નિયમ કર્યો હોવાનું જાણવા મળેલ છે. આમ પ્રેશરકુકર આપવાનું સ્થળ અને નિયમમાં ફેરફાર થતાં અનેક લાભાર્થીઓની બાદબાકી થઇ જશે. હાલ લુશાળા ગામમાંથી 125 વધુ લાભાર્થીઓએ ફોર્મ ભર્યા હતાં જેની સામે માત્ર 4 વ્યક્તિને પ્રેશરકુકર મળ્યા છે ત્યારે આ મામલે ઘટતુ કરવા માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...