તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફોન કરી બેંક ખાતામાંથી 2 ગ્રાહકોના 1.07 લાખ ગયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જૂનાગઢમાં બે વ્યક્તિને કોઇએ ફોન પર ડિજીટલ વોલેટનું કેવાયસી શરૂ કરાવવાનું કહી કુલ રૂ. 1.07 લાખ બેંક ખાતામાંથી સીધા કાઢી લીધાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢના ઝાંઝરડા રોડ પર રહેતા નરશીભાઇ ખીમજીભાઇ ઓડેદરા (ઉ. 48) ને કોઇએ ફોન કરી હિન્દીમાં તેમના ડીજીટલ વોલેટનું કેવાયસી પૂરું થઇ ગયું છે. તે શરૂ કરાવવા પેટીએમ લોગીન કરવાનુ કહી વિશ્વાસમાં લીધા હતા. અને બાદમાં તેમના બેંક ખાતામાંથી રૂ. 57,000 ઉપાડી લીધા હતા.
બીજા કિસ્સામાં જૂનાગઢના બહાઉદ્દીન કોલેજ રોડ પર રહેતા હરીશભાઇ છોટાલાલ રાવલ (ઉ. 53) ને ફોન કર્યો હતો. જોકે, હરીશભાઇએ ફોન નહોતો ઉપાડ્યો. આમ છત્તાં તેમના ખાતામાંથી રૂ. 50,000 ઉપડી ગયા હતા. આથી તેમણે પણ સી ડિવીઝનમાં ફરિયાદ નોંધાવી છે. બંને બનાવની તપાસ એસઓજી ચલાવી રહી છે.

એકના 57 હજાર અને બીજોના 50 હજાર ડેબીટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો