તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દર 15માંથી 1 પરિક્રમાર્થી સક્કરબાગની મુલાકાતે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાં યોજાતી ગિરનાર લીલી પરિક્રમા પૂર્ણ થઇ ગઇ છે. શાંતી પૂર્ણ માહોલમાં પરિક્રમા સંપન્ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. દર વર્ષ કરતા યાત્રિકોની સંખ્યામાં 50 ટકા જેવો ઘટાડો થયો છે.

લીલી પરિક્રમા પૂર્ણ કર્યા બાદ અનેક યાત્રાળુઓએ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. આ મુલાકાતને કારણે સક્કરબાગને માત્ર પાંચ જ દિવસમાં 10.71 લાખની આવક થઇ છે. કારતક સુદ અગિયારશના દિવસે વિધીવત રીતે લીલી પરિક્રમાનો પ્રારંભ થતો હોય છે. જો કે, નિયત દિવસ કરતા અનેક યાત્રાળુઓ લીલી પરિક્રમા શરૂ કરે છે. દરમિયાન આ વર્ષે વહીવટી તંત્રએ વહેલી પરિક્રમા શરૂ ન કરવા સૂચન કર્યુ હતુું. તેમ છતાં મોટી સંખ્યામાં યાત્રાળુઅો પરિક્રમા કરવા આવી પહોંચ્યા હતા. જેના કારણે પરિક્રમાના પ્રવેશદ્વાર આસપાસ યાત્રાળુઓની મોટી ભીડ એકઠી થઇ હતી. જેના કારણે આખરે વહીવટી તંત્રઅે એક દિવસ વહેલી શરૂ કરાવી હતી. દરમિયાન પરિક્રમા પૂર્ણ થઇ ગઇ છે. અત્યાર સુધીમાં 5,61,499 યાત્રાળુઓએ પરિક્રમા પૂર્ણ કરી છે.

પરિક્રમા પુરી કર્યા બાદ અનેક યાત્રાળુઅોએ શહેરના હરવા ફરવાના સ્થળોની મુલાકાત લેતા હોય છે. ખાસ કરીને ઉપરકોટ, ગિરનાર પર્વત, વિલીગ્ડન ડેમ, મ્યુઝીયમ અને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની યાત્રિકો મુલાકાત લેતા હોય છે. 5,61,499 પરિક્રમાર્થી પૈકી 36,463 પ્રવાસીઅોએ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. આમ દર પંદરમાંથી અેક પરિક્રમાર્થીએ સક્કરબાગની મુલાકાત લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ પાંચ દિવસ દરમિયાન સક્કરબાગ ઝૂને 10,71,140 રૂપિયાની આવક થઇ છે.

સક્કરબાગ ઝૂના પ્રાણીઓને ઘોઘાટ ન થાય અને પ્રદૂષણ ન ફેલાય તે માટે બેટરી વાન શરૂ કરવામાં આવી છે. અહીં આવતા પ્રવાસીઓએ બેટરી વાનમાં બેસી ઝૂના પ્રાણીઓને નિહાળ્યા હતા.

પ્રવાસીઓએ શહેરનાં હરવા-ફરવાનાં સ્થળોની મુલાકાત લીધી
ગિરનારની પરિક્રમા કરવા આવેલા પ્રવાસીઓએ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય સાથો સાથ ઉપરકોટ, મ્યુઝીયમ સહિતના ફરવા લાયક સ્થળો પરની પણ મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...