તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢના ગેસ્ટહાઉસમાં પ્રેમીપંખીડાએ ઝેરી દવા ખાઇ કર્યો આપઘાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાં પ્રેમીપંખીડાનો આપઘાત - Divya Bhaskar
જૂનાગઢમાં પ્રેમીપંખીડાનો આપઘાત

જૂનાગઢ: જૂનાગઢમાં બસસ્ટેન્ડ પાસે આવેલા મુરલીધર ગેસ્ટહાઉસમાં પ્રેમીપંખીડાએ ઝેરી દવા ખાઇ આપઘાત કરી લેતા પોલીસ દોડી ગઇ હતી. પોલીસે બન્નેના મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલે ખસેડ્યા હતા. ગઇકાલે રાત્રે 10 વાગે બન્ને બાઇકમાં આ ગેસ્ટહાઉસે આવ્યા હતા. ગેસ્ટહાઉસના 21 નંબરનો રૂમ બન્નેએ બુક કરાવ્યો હતો. સવારે ગેસ્ટહાઉસના કર્મચારીઓએ દરવાજો ખખડાવતા ન ખોલતા કંઇક અજુગતુ થયાની જાણ સંચાલકને કરી હતી. બાદમાં દરવાજો તોડતા બન્નેના મૃતદેહો બેડ પર જોવા મળતા પોલીસને જાણ કરી હતી.

 

યુવતી જામકંડોરણાની અને યુવક જામનગરનો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું

 

જામકંડોરણામાં રહેતી જીલુબેન ડોબરીયા (ઉ.17) અને જામનગરમાં રહેતા યુષ્યત અકબરી (ઉ.21) વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. પરિવાર અને સમાજ એક થવા નહીં દે તેવા ડરથી બન્ને ગઇકાલે પોતાના ઘરેથી નીકળી જૂનાગઢ ગેસ્ટહાઉસ ખાતે આવ્યા હતા અને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. 

 

જૂનાગઢમાં સમોસા વેચતો પતિ ભરણપોષણ માટે 19,700નું ચિલ્લર લઇ પહોંચ્યો કોર્ટ

 

 

માહિતી અને તસવીર: સરમન ભજગોતર, જૂનાગઢ.