જૂનાગઢ: મેંદરડાનાં સીમાસી ગામેથી વિસાવદરનાં મોટા કોટડાનો શખ્સ મહિલાનું બાઇકમાં અપહરણ કરી તેને બગસરા લઇ જઇ ત્યાં એક રૂમમાં 28 દિવસ ગોંધી રાખી અવાર-નવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. એટલું જ નહીં મહિલા પાસેથી 12 હજારની રોકડ અને 6 તોલા સોનુ પણ પડાવી લીધુ હતું. આ બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી હતી.
મોટાકોટડા ગામનાં નિલેશ મનજી વઘાસીયા નામનાં શખ્સે ગામમાં જ રહેતી એક પરિણીતા પર દુષ્કર્મ ગુજાર્યું હતું અને આ બનાવમાં પરિણીતાએ આ શખ્સ વિરૂદ્ઘ વિસાવદર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ નિલેશ ભોગ બનનાર પરિણીતા સાથે સમાધાન કરવા અને તેની સાથે હજુ સંબંધ રાખવા માટે ઇચ્છુક હતો.
આગળની સ્લાઇડ્સ ભોગ બનનાર પરિણીતાએ મેંદરડા પોલીસમાં નિલેશ વિરૂ્ધ્ધ ફરિયાદ નોંધાવી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.