જૂનાગઢ: માણાવદરનાં કોઠારીયા ગામે રહેતા દલિત યુવાનને ગ્રામજનોએ જુગારની બાતમી આપવા મુદ્દે ધમકી આપી હતી. આથી ધમકીથી કંટાળી યુવાને બે દિવસ પહેલા પોતાના ઘરે અગ્નિસ્નાન કરી લીધું હતું. પરંતુ તેને ગંભીર હાલતમાં જૂનાગઢ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. આજે બે દિવસની સારવાર દરમિયાન તેનું મોત નીપજતા પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇન્કાર કરી દેતા પોલીસમાં દોડધામ મચી ગઇ છે.
માણાવદરના કોઠારીયા ગામે રહેતા જગદીશભાઇ ભોજાભાઇ રાઠોડને સંજય ભગા ચાવડા, રણજીત લખમણ ચાવડા, દેવા કરશન બાલાસશા, ટીડો ધમા આહિરે તે ભીમ અગીયારસનાં દિવસે પોલીસને જુગારની બાતમી કેમ આપેલ એમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કર્યા હતાં. ગ્રામજનોની ધમકીથી કંટાળી જગદીશે પોતાના ઘરે જ અગ્નિસ્નાન કરી લીધું હતું. તેને ગંભીર હાલતમાં જૂનાગઢ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર કારગત ન નીવડતા તેનું આજે મોત નીપજ્યું હતું.
વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.......
તસવીર: સરમન રામ, જૂનાગઢ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.