જૂનાગઢ શહેરમાં બેફામ દોડતી રિક્ષાને લીધે ટ્રાફિકની સમસ્યા, વાહનો માટે જગ્યા નહીં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ: જૂનાગઢમાં માટે ભાગે મુખ્ય માર્ગો પણ સાંકડા હોવાને લીધે ટ્રાફીકની સમસ્યા શહેર માટે સામાન્ય બની ગઈ છે. શહેરના આઝાદ ચોક, કાળવા ચોક, જયશ્રી ટોકીઝ, ગાંધી ચોક સહિતના અનેક એવા વિસ્તારો છે. જ્યાં એક વાહનને લીધે પળવારમાં તો વાહનોની લાંબી લાઈન લાગી જાય છે. જોકે આ સમયે  ટ્રાફીક પોલીસ  પણ મુંઝવણમાં મુકાઈ જાય છે. અને ભારે જહેમત બાદ ટ્રાફીક ક્લીયર કરી શકાય છે. જોકે આ માટે મોટેભાગે રીક્ષા ચાલકોની બેદરકારી વધુ સામે આવે છે.


ગમે ત્યાં પેસેન્જર લેવા રીક્ષા  ઉભી રાખી દેતા રીક્ષા ચાલકો મોટેભાગે અકસ્માતને  નોતરે   છે. અને પાછળ આવી રહેલો વાહન ચાલક ગમે તેમ કાબુ મેળવી અકસ્માત ટાળે છે. શહેરમાં આ સ્થિતિ સામાન્ય બની ગઈ છે.  અને લોકો બેફામ ચાલતા રીક્ષા ચાલકોથી ત્રાહિમામ પોકારી ગયા છે.   આજથી અંદાજીત બે વર્ષ પહેલા ટ્રાફીક પોલીસ, રેલ્વે પોલીસએ નિર્ભય સવારી તરીકે લોકોની સુરક્ષાને લઈ પગલું ભર્યું હતું. જોકે શહેરમાં હવે આંગળીના વેઢે ગણી શકાય એટલી નિર્ભય સવારીની રીક્ષા વધી છે. તો બીજી તરફ રીક્ષામાં બેસાડીને પેસેન્જરો સાથેની લુંટ અને નજર ચુકવી ચોરીની ઘટના પણ સમયાંતરે સામે આવે છે.