કૌભાંડ / તુવેર કૌભાંડ/ માણાવદર ગોડાઉનના તુવેરમાં માટી-કાંકરા મળતાં રાજકોટના વેપારીનો ડિલિવરીનો ઈન્કાર

મગફળી બાદ હવે તુવેરની ખરીદીમાં પણ મોટું કૌભાંડ આચરાયું હોવાની ઘટના પ્રકાશમાં આવી

DivyaBhaskar.com | Updated - Dec 08, 2018, 07:12 PM

* મગફળી બાદ તુવેરમાં માટી અને કાંકરા નિકળ્યા
* વેપારીએ 85 ટન ખરીદ્યા બાદ માણાવદર ગોડાઉને લેવા જતાં ખરાબ માલ જોઇ લેવાની ના પાડી દીધી
* વેપારીએ સારો માલ લેવા અથવા તો પૈસા રિફન્ડ માંગતાં આખી ઘટના પ્રકાશમાં આવી

જૂનાગઢ: મગફળી બાદ હવે તુવેરની ખરીદીમાં પણ મોટું કૌભાંડ આચરાયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. માણાવદર ગોડાઉને તુવેરની ડિલિવરી લેવા ગયેલા વેપારીએ બોરીઓમાં માટી-કાંકરા અને હલકી ગુણવત્તાનો માલ જોતાં ડિલિવરી લેવાની ના પાડી ઈન્કાર કર્યો હતો. તેણે સારો માલ લેવા અથવા તો પૈસા રિફન્ડ માંગતાં આખી ઘટના પ્રકાશમાં આવી છે.


ટેકાના ભાવે ખરીદાયેલી તુવેરને ગોડાઉનોમાં રખાઈ


- ખેડૂતો પાસેથી ટેકાનાં ભાવે મગફળીની માફક જ તુવેરની ખરીદી કરવાની નીતિ પણ સરકારે નક્કી કરી હતી
- તુવેરની ખરીદી કરી નાફેડ દ્વારા માલને ગોડાઉનોમાં ભરવામાં આવ્યો હતો
- બાદમાં વેપારીઓ પાસેથી પૈસા લઇ તેઓને ડિલિવરી માટે વિવિધ ગોડાઉને મોકલી અપાયા હતા
- રાજકોટનાં વેપારી દિપકભાઇ નથવાણીને માણાવદરનાં કુલદિપ ગોડાઉને રખાયેલા તુવેરનો જથ્થો ફાળવાયો હતો
- પરંતુ દિપકભાઇ આ જથ્થો ભરવા પહોંચ્યા ત્યારે તેમને તુવેરની બોરીઓમાં કાંકરા, માટી અને અત્યંત નબળી ગુણવત્તાની તુવેર જોવા મળી

- માલ ઉપાડવાની ના પાડી અને નાફેડનાં અધિકારીઓનો સંપર્ક સાધ્યો
- નાફેડનાં અધિકારીઓએ મંગળવાર સુધીમાં સારો માલ આપવા અથવા પૈસા રિફન્ડની ખાતરી આપી


85 ટન તુવેર માટે 35 લાખ ચૂકવ્યા છે : વેપારી


વેપારી દિપકભાઇ નથવાણીએ જણાવ્યું હતું કે, મેં નાફેડ પાસેથી 85 ટકા તુવેરની ખરીદી કરી છે. આ માટે 35 લાખ પહેલાં જ ભરી દીધા છે. માલ સારો નહોતો એટલે મેં નાફેડની ડિસ્ટ્રિક્ટ ઓફિસનાં મેનેજરને ફોન કર્યો. તેમણે મને મંગળવાર સુધીમાં સારો માલ આપવાની અથવા પૈસા રિફન્ડની ખાતરી આપી છે.


આ તુવેરથી વેપારીને શું નુકસાન થાય ?


માટી-કાંકરા પ્રોસેસિંગ માટેનાં મશીનો ને જ નુકસાન કરે, કચરો-નબળો માલ નિકળી જાય પછી વજન 85 ટનથી ઘટીને ક્યાંય ઓછું થઇ જાય, ટ્રકનાં ભાડાંય ન નિકળે, જાહેર આરોગ્યને નુકસાન તો ખરુંજ, પ્રોસેસ થયેલો માલ પણ બગડી જઇ શકે.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App