તરબૂચના પાકમાં થતી સફેદ માખીથી રક્ષણ મેળવવા ખેડૂતોએ ટ્રેપ લગાવ્યાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ : સામાન્ય રીતે છેલ્લાં ઘણાં સમયથી ખેતી પાકમાં સફેદ માખી તથા  અન્ય જીવાતોનો ઉપદ્રવ વધ્યો છે. આ જીવાત સામાન્ય રીતે મોડી સાંજે અને રાત્રીના સમયે વધારે જોવા મળે છે. ત્યારે ખેડૂતો ઉનાળું પાક લેવાનેા શરૂ કરી દીધો છે. ખેડૂતો જીવાતથી રક્ષણ માટે પાકમાં ટ્રેપ લગાવતાં હોય છે. આ પીળા કલરના ટ્રેપમાં ચીકણો પદાર્થ હોય છે અને આ માખીઓ તેના તરફ આકર્ષાય છે અને ચોંટી જાય છે. આ સાથે ખેડૂતો બલ્બ પણ મૂકે છે જેથી કરીને જીવાત આવે અને ટ્રેપમાં ચોંટી જાય આ રીતે તરબૂચના પાકનો બચાવ થઈ શકે છે.