જૂનાગઢના બહુમાળી ભવનામાં લીફ્ય ન હોવાથી ચાર પગે ચઢવા વિકલાંગો મજબુર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ: જૂનાગઢ શહેરના સરદાર બાગ નજીક આવેલા 3 માળના બહુમાળી ભવનના બિલ્ડીંગમાં વિવિધ વિભાગોની ઓફિસો આવેલી છે અને રોજના મોટી સંખ્યામાં અરજદારોની અવરજવર રહેતી હોય છે. પરંતુ 3 માળના બિલ્ડીંગમાં લીફટ ન હોવાથી વિકલાંગ અરજદારોને મુશ્કેલી વેઠવી પડે છે અને ચાર પગે 3 માળની સીડી ચડવું જવું પડે છે. વિકલાંગ મનસુખભાઇએ જણાવ્યું હતું કે, અમે બે ભાઇઓ સમાજ કલ્યાણની ઓફિસે આવ્યા છે. બીજા ભાઇ પણ વિકલાંગ છે અને તે લાકડીના સહારો લે છે.