સ્કૂલ સંચાલકે વિદ્યાર્થીને કહ્યું, ચોટી કપાવી નાખ, બાકી ફી લઈ જા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ: મારૂ નામ હરણ શ્યામ સેજાભાઇ છે, હું આલ્ફા હાઇસ્કૂલમાં ભણું છું. પહેલા દિવસે સોમવારે હું સ્કૂલે ગયો હતો. ત્યારે સરે કહ્યું હતું કે, તારી ચોટલી કાપી નાખ બાકી એડમીશન કેન્સલ કરવામાં આવશે. બીજા દિવસે મારા ભાઇને ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે તમારા ભાઇની ચોટી કપાવી નાખજો બાકી કાલે ફી લઇ જાજો. આ શબ્દો છે જૂનાગઢની આલ્ફા હાઇસ્કુલમાં ધોરણ 8માં અભ્યાસ કરતા શ્યામ સેજાભાઇ હરણનાં. તેમને જાણીને નવાઇ થશે કે શાળા સંચાલકે વિદ્યાર્થીએ માનતાની રાખેલી ચોટલી સામે વાંધો ઉઠાવ્યો છે.

 

ચોટી રાખતાં શાળા સંચાલકે વાંધો ઉઠાવતાં વિવાદ

 

એટલું જ નહી વિદ્યાર્થી અને તેના ભાઇને ફી પરત લઇ જવા કહી દીધું છે. કાલે એટલે કે ગુરૂવારે નિર્ણય થશે. વિદ્યાર્થીએ માનતાની ચોટી રાખી છે. ચોટી ઉતારી શકાય તેમ નથી. માનતા ઉતારવા પાછળ અંદાજે 60 થી 70 હજારનો ખર્ચ થાય તેમ છે. વિદ્યાર્થીનાં પિતાનું 2013માં નિધન થયું છે, તેનો મોટોભાઇ રામભાઇ હાલ છુટક મજુરી કરી અને પેટા પાટા બાંધી ભાઇને અભ્યાસ કરાવે છે. શાળા સંચાલકનાં આ નિર્ણયથી બન્ને ભાઇ પર આભ ફાટ્યું તેવી પરીસ્થિતી સર્જાય છે.

 

આગળ વાંચો: મને શરમ આવતી નથી, કોઈ મજાક પણ નથી કરતું.