તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • 110 વર્ષ જૂના ગિરનારનાં પગથિયાંનાં જીર્ણોદ્ધારની પ્રક્રિયા બે માસમાં શરૂ થશે | The Process Of Renovation Of 110 year old Girnar S

110 વર્ષ જૂના ગિરનારનાં પગથિયાંનાં જીર્ણોદ્ધારની પ્રક્રિયા બે માસમાં શરૂ થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ: ગિરનારનો વિકાસએ જૂનાગઢનો આર્થિક વિકાસ છે. સરકારે ગિરનાર યાત્રાધામ વિકાસ સત્તા મંડળની રચના કરી છે. ગિરનારનાં વિકાસને લઇ શુક્રવારે મંડળની પ્રથમ બેઠક જૂનાગઢમાં મળી હતી. બેઠક પહેલા ગિરનારનાં વિકાસમાં શું કરી શકાય તેને લઇ દિવ્ય ભાસ્કરે અહેવાલ પ્રસિધ્ધ કર્યા હતાં. આ બેઠકમાં દિવ્ય ભાસ્કરનાં લોક વિચારનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ બેઠકમાં મંત્રી વિભાવરીબેન દવે હાજર રહ્યાં હતાં અને ગિરનારનાં વિકાસની ચર્ચા અને સુચનો માંગ્યાં હતાં. ગિરનારનો વિકાસનું પ્રથમ પગથિયું 110 વર્ષ જુની ગિરનારની સીડીનાં નવીનીકરણથી શરૂ થશે. ગિરનારનાં પગથિયાની કામગીરીની પ્રક્રિયા બે માસમાં શરૂ કરવામાં આવશે.

 

ભવનાથ મંદિરને મીની સોમનાથ બનાવાશે

 

આ ઉપરાંત ગિરનાર પર્વતનાં દર 500 પગથિયા ઉપર પીવાનાં પાણી અને શૌચાલયની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. વિકાસનાં પ્રોજેકટ સર્વેની પ્રાથમિક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. તેમજ પ્રાથમિક તબક્કે પાંચ કરોડનું ફંડ ઉપલબ્ધ કરી અલગ-અલગ યોજનામાં ગિરનારનાં વિકાસ માટે પુરતા નાણાં ફાળવવામાં આવશે. તેમજ મંડળનાં સભ્યો ભારતીબાપુ, શેરનાથબાપુ, મહેન્દ્રભાઇ મશરૂ, પ્રદિપભાઇ ખીમાણી, શૈલેષ દવેએ વિવિધ સુચનો રજુ કર્યા હતાં. આ બેઠકમાં કલેટકર ડો. સૌરભ પારધી, ડીસીએફ ડો.સુનિલ બેરવાલ, એસપી નિલેશ જાજડીયા સહિતનાં હાજર રહ્યાં હતાં.

 

રોપ-વેનું  પ્રેઝન્ટેશન થયું, હેલિકોપ્ટરથી પીલર બેસાડાશે

ગિરનાર રોપ-વેની કાગમીરી હાલ ચાલી રહી છે,જોકે હજુ માલ વાહક રોપ-વેની કામગીરી શરૂ થઇ છે. બાદ રોપ-વે બનશે. ચાલુ વર્ષોમાં રોપ-વે બને તેવી કોઇ શકયતા દેખાતી નથી. મંત્રીએ આ કામગીરી વહેલી તકે પુરી કરવા અને વધુમાં વધુ માર્ચ મહિનામાં પુરી કરવા તાકીદ કરી છે. આ ગિરનાર રોપ-વેનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. ગિરનાર રોપ-વે પાછળ 110 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે અને 60 કરોડ રૂપિયાનો ખર્ચ થઇ ગયો છે. આ રોપ-વે એશિયાનો મોટો રોપ-વે છે. ગિરનાર રોપ-વેને લઇ હેલિકોપ્ટરની મંજુરી માંગવામાં આવી છે. હેિલકોપ્ટરની મદદથી રોપ-વેનાં પીલોર બેસાડવામાં આવશે. ગિરનાર રોપ-વેની લંબાઇ 2.4 કિમીની છે અને 1 કલાકમાં 1000 યાત્રાળુઓને અંબાજી સુધી પહોંચાડશે. રોપ-વેનાં સાધનો હાલ યુરોપમાં બની રહ્યા છે. 2 જુલાઇએ પહેલુ કન્સાઇમેન્ટ આવી જશે.

 

વધુ માહિતી માટે આગળ વાંચો... રોપ-વેની કામગીરી સાથે અંબાજીનો પણ જીર્ણોદ્ધાર કરો