તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

23 સિંહોના મૃત્ય પછી આજે ફરી વન વિભાગે પ્રેસનોટ જારી કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર: ગીરના જંગલમાં દલખાણીયા રેંજના સરસીયા વિસ્તારના એક જુથના 26 પૈકી 23 સિંહના મોત થયા છે, જયારે ત્રણ હજુ પણ ગંભીર હોવાથી તેને બચાવવા પડકાર છે. સીમરડી અને પાણીયા વિસ્તારના 33 સિંહના બ્લડ સેમ્પલ અને લાળના સેમ્પલ લેબોરેટરીમાં ચેકીંગ માટે મોકલ્યા હતા. આ ચેકીંગ દરમિયાન 33 સિંહના બ્લડ સેમ્પલ નેગેટીવ આવ્યા હોવાનું વન વિભાગના સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું.

 

33 સિંહના બ્લડ ટેસ્ટ નેગેટિવ, લાળના રિપોર્ટ બાદ ભયમુક્ત જાહેર કરાશે

 

તેમણે કહ્યું હતું કે, મોંઢા, નાક અને આંખની લાળના સેમ્પલ આવ્યા પછી 33 સિંહ ભયમુકત છે કે નહીં તે કહીં શકાય. સરસીયાના 26 પૈકી 23 સિંહ મૃત્યુ પામ્યા તે પૈકી 10 સિંહ ઇતરડી અને ચાર સિંહને કેનાઇલ ડીસ્ટેમ્પર અને 9 પૈકી છ સિંહ ઇનફાઇટથી પરંતુ ત્રણ સિંહ કઇ રીતે મોતને ભેટયા તેનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. 

 

 

 

રસીકરણ: તમામ સિંહનું નહીં પરંતુ નબળા જણાતા સિંહને રસી અપાશે

 

3.65 લાખની 300 વેકસીન બોટલ આજે ગીરમાં પહોંચશે
અમેરિકાથી મંગાવેલી કેનાઇલ ડીસ્ટેમ્પરની 300 બોટલની કિંમત રૂ. 3.65 લાખ થાય છે એટલે એક બોટલની કિંમત રૂ. 1200 આસપાસ થાય છે. બોટલ બપોરે મુંબઇ એરપોર્ટ પર ઉતરશે અને  ત્યાંથી તેને પ્લેન મારફતે રાજકોટ અને પછી ત્યાંથી વાહન માર્ગે જૂનાગઢ લઇ જવાશે. તમામ સિંહને નહીં, પરંતુ જરૂર જણાય તેટલા સિંહને રસીકરણ કરાશે.

 

ખાંભાના મોટા બારમણમાં સિંહ ગુમ

મોટા બારમણનો સળવા તરીકે ઓળખાતો રેવન્યુ વિસ્તારમાં  પાછલા ઘણા સમયથી અહીં એક 2 સિંહોની જોડી રહે છે. બંને સિંહો કાયમી સાથે જ રહે છે અને શિકાર પણ સાથે જ કરે છે. બે દિવસથી એક સિંહ લાપતા થયો હોય ખેડૂતો દ્વારા વનવિભાગને જાણ કરી છે.

 

સિંહના અપમૃત્યુ માટે વન વિભાગ, સરકાર દોષિત: વંશ

ઉનાનાં ધારાસભ્ય અને વિધાનસભાની જાહેર હિસાબ સમિતીનાં ચેરમેન પુંજાભાઇ વંશે મુખ્યમંત્રી સમક્ષ એવી માંગણી કરી છે કે સિંહોના અકુદરતી મૃત્યુ બાબતે વન વિભાગની બેદરકારી તેમજ ભવિષ્યમાં આવા બનાવ ન બને તે માટે વન્યજીવના નિષ્ણાંતોની ટીમ બનાવી સમગ્ર ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ કરાવી બેજવાબદાર વન અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગણી તેમણે મુખ્યમંત્રીને પત્ર લખી કરી હતી. તેમ‌ે વધુમાં જણાવ્યું હતું કે, એશિયાટીક સિંહના મોત માનવસર્જીત દુર્ઘટનામાં ગુમાવવા પડે એ વાજબી નથી. વન વિભાગ સિંહોના મૃત્યુનું કારણ ઈનફાઈટ બતાવીને મૂળ કારણને રફેદફે કરવા માંગતું હોય એમ જણાય છે. 

 

- ત્રણ સિંહના મોતનું કારણ હજુ મળ્યું નથી

- 23 સિંહના મોત  માટે કોઈ દોષિત નહીં

- મોઢા, નાક અને આંખની લાળના સેમ્પલ તપાસમાં