Home » Saurashtra » Latest News » Junagadh » The farmer kept alive the past Kothimba farming

ભૂતકાળ બની ગયેલી ખેતી આ ખેડૂતે રાખી જીવંત, હવે કરે છે લાખોની કમાણી

Divyabhaskar.com | Updated - May 14, 2018, 02:03 AM

ડાયાબિટીસમાં ઉપયોગી એવા સોરઠના કડવા કોઠીંબાની કાચરીએ દેશ-વિદેશના સિમાડા પાર કર્યા

 • The farmer kept alive the past Kothimba farming
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ખેતરમાં કોઠીંબાનો પાક લઈ રહેલા અંબાળા ગામના ખેડૂત

  જૂનાગઢ: મેંદરડા તાલુકાનાં અંબાળા ગામના ખેડૂત કાનજીભાઇ ગોવીંદભાઇ શીંગાળાએ ભૂતકાળ બની ગયેલી ખેતી કે પછી કોઈ ન કરે તેવી ખેતી કરવાનો વિચાર મુર્તીમંત કર્યો, સરકારી સહાય કે અન્ય સહાય વિના આ ખેતી દ્વારા સારી એવી કમાણી કરનાર મેંદરડા તાલુકાના અંબાળા ગામના ખેડુત કાનજી ગોવિંદ શીંગાળાએ તેમના ધર્મચારીણી જયશ્રીબેન સંગાથે મલ્ચીંગ પ્લાન્ટથી બે વિઘામાં ઉનાળુ કોઠીંબાનું વાવેતર કરી બેથી અઢી મહિનામાં ઓછા ખર્ચે ખુબજ સારૂ ઉત્પાદન મેળવ્યું છે. પ્રતિવિઘે દશથી બાર હજારનો ખર્ચ થાય છે જેની સામે પ્રતિવિઘે આશરે સાંઇઠ હજારનું ઉત્પાદન થાય તેવો અંદાજ છે.

  ડાયાબિટીસમાં ઉપયોગી એવા સોરઠના કડવા કોઠીંબાની કાચરીએ દેશ-વિદેશના સિમાડા પાર કર્યા

  કોઠીંબાનું ચોમાસા તેમજ ઉનાળામાં પણ વાવેતર કરી શકાયછે. કોઠીંબા જથ્થાબંધ ભાવે રૂા. ૨૦૦ના મણ લેખે છુટક ખેતરેથી પ્રતીકીલો ૧૫ થી ૨૦ રૂા લેખે ભાવ મળે છે. ઉત્પાદન થયેલા કોઠીંબા કેશોદના હરસુખભાઇ ડોબરીયા દ્વારા કડવા કોઠીંબાની કાચરી તૈયાર કરી હાલમાં વિશ્વનાં ઘણાં દેશોમા કડબા કોઠીંબાનો સ્વાદ ચખાડી રહ્યાં છે. એટલે કે કોઠીંબામાંથી બનતી કાતરીને વિદેશમાં પણ મોકલે છે. સાથે જ હવે તેઓ ખેડૂતોને આ ખેતીનું બિયારણ આપીને તેમને પડતર જમીનમાંથી પણ કમાણી કરતા કર્યાં છે.

  ઉત્પાદન થયેલા કોઠીંબા કેશોદના હરસુખભાઇ ડોબરીયા દ્વારા કોઠીંબાની કાચરી તૈયાર કરી વેંચાણ કરવામાં આવે છે, કોઠીંબા નામ પડતા જ મોંમાં કડવાશનો અનુભવ થવા લાગે, પણ જો તમને કોઈ કહે કે આ કડવા કોઠીંબા થકી કોઈ લાખોની કમાણી કરી રહ્યું છે. તો તમને લાગશે કે ફેકમફેક ચાલુ કરી છે, પણ આ વાત સાચી છે.


  કેશોદ વિસ્તારમાં હીરા ઘસીને પરીવારનું ગુજરાન ચલાવતા ખેડૂત હરસુખભાઈ ડોબરીયા હાલમાં વિશ્વનાં ઘણાં દેશોમા કડબા કોઠીંબાનો સ્વાદ ચખાડી રહ્યાં છે. એટલે કે કોઠીંબામાંથી બનતી કાતરીને વિદેશમાં પણ મોકલે છે. સાથે જ હવે તેઓ ખેડૂતોને આ ખેતીનું બિયારણ આપીને તેમને પડતર જમીનમાંથી પણ કમાણી કરતા કર્યાં છે. હરસુખભાઈ તેઓની પાસેથી પણ કોઠીંબા વેચાતા લઈ કાચરી બનાવે છે.

  આગળ વાંચો: પશુ પણ આહાર તરીકે ઉપયોગ નહીં કરતાં નકામી પંકાતી ખેતી કોઠીંબા સારી આવક રળી આપે

 • The farmer kept alive the past Kothimba farming
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ડાયાબિટીસમાં ઉપયોગી એવા સોરઠના કડવા કોઠીંબાની કાચરીએ દેશ-વિદેશના સિમાડા પાર કર્યા

  પશુ પણ આહાર તરીકે ઉપયોગ નહીં કરતાં નકામી પંકાતી ખેતી કોઠીંબા સારી આવક રળી આપે

   

  ખેતી અંગે વાત કરતા કેશોદના ખેડૂત હરસુખભાઈએ જણાવ્યું હતું કે, લુપ્ત થતી જતી ખેતીને જાળવી રાખવા માટે મને 19 વર્ષ પહેલા વિચાર આવ્યો હતો. ત્યારે ઘણું વિચાર્યા બાદ કડવા કોઠીંબાની વિસરાતી જતી ખેતી કરવાનો નિર્ણય કર્યો. શરૂઆતી મુશ્કેલી વિશે તેઓએ કહ્યું હતું કે, શરૂઆતમાં સગા-સંબંધી અને પાડોશના લોકો આ ખેતી અંગે મજાક ઉડાવવા લાગ્યા, કે આવી નકામી ખેતી કોણ કરે? કેમ કે કોઠીંબા ગમે ત્યાં ઉગી નીકળે અને કોઈપણ તેને અડે નહીં, પશુ પણ આહાર તરીકે ન લેતા હોવાથી લોકો આ ખેતીને નકામી માનતા હતા. જો કે 40-50 દિવસમાં ઉત્પાદન શરૂ થયા બાદ તેની સુકવણી કરીને કાતરી બનાવી ઘરેથી જ તેનું વેચાણ શરૂ કરતા મારી મજાક ઉડાવતા સૌકોઈ અંચબામાં પડી ગયા હતા.

   

  આગળ વાંચો: કોઠીંબા સલાડમાં અને અથાણાંમાં વપરાય છે

 • The farmer kept alive the past Kothimba farming
  પશુ પણ આહાર તરીકે ઉપયોગ નહીં કરતાં નકામી પંકાતી ખેતી કોઠીંબા સારી આવક રળી આપે

  કોઠીંબા સલાડમાં અને અથાણાંમાં વપરાય છે


  કાનજીભાઇ કોઠીંબાની ઓળખ આપતા કહે છે કે કોઠીંબા એ કાકડી પ્રજાતિનું વેલામાં થતું શાકભાજી છે. કોઠીંબાનો વેલો, ચોતરફ ફેલાયેલો, પાન ગોળ અને ફૂલ પીળા રંગના છે. કોઠીંબાના વેલામાં ઓગષ્ટથી નવેમ્બર દરમિયાન ફળ આવે છે. જે લીસી સપાટીના લીલા પટ્ટાવાળા ઇડા આકારના છે. તે સલાડમાં, અથાણામાં અને પાકેલા કોઠીંબા ફળ તરીકે પણ ખાવામાં આવે છે.

   

  ડાયાબિટીસ અને પાચનશકિત માટે ઉત્તમ 


  કોઠીંબા ડાયાબિટીસ તેમજ પાચનશક્તિ માટે ઉત્તમ  છે.  સુકવેલ કોઠીંબાને કાચરી તરીકે ઓળખે છે તળીને કે શેકીને પૂરક ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે.  કમળો અને તેને સંલગ્ન રોગોમાં આદર્શ છે, કબજીયાત દુર છે.

   

   

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ