• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ખામધ્રોળમાં વાછરડીની ચોરી કરી, નદીમાં મારી, બે શખ્સ માંસ લઈ ગયા | The Cows Stole, Mine In The River, Two Men Took The Flesh In Junagadh

ખામધ્રોળમાં વાછરડીની ચોરી કરી, નદીમાં મારી, બે શખ્સ માંસ લઈ ગયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઘટના દર્શાવવા માટે પ્રતિકાત્મર તસવીર

 

જૂનાગઢ: જૂનાગઢના ખામધ્રોલમાં આવેલા તબેલામાં રાત્રીના બે શખ્સો ઘુસ્યા હતા અને તબેલામાંથી વાછડીની ચોરી કરી નદીમાં લઈ જઈ હથિયાર વડે મારી નાખી હતી. બાદમાં તેનું માંસ કાઢી લઈ ગયા હતા. 

 

તબેલામાં બાંધેલી કિંમત રૂ.5000ની વાછડીની ચોરી

 

આ અંગેની જાણ માલિકને થતા શકદાર તરીકે બે શખ્સો સામે ફરીયાદ નોંધાવી છે. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના ખામધ્રો‌લ ‌‌‌‌‌‌વિસ્તારમાં રહેતા વિજયભાઈ રામાભાઈ ખાંભલાના નામના ઢોરમાલિકના તબેલામાં મોડી રાત્રીના બાઈક પર આવેલા બે શખ્સો ઘુસ્યા હતા, અને તબેલામાં બાંધેલી કિંમત રૂ.5000ની વાછડીની ચોરી કરી ગયા હતા. 


જોકે આ શખ્સોએ વાછડીને તબેલાના પાછળના ભાગની નદીમાંજ લઈ ગયા હતા. અને ત્યાં હથિયારો વડે મારી નાખી તેનુ માંસ લઈ ગયા હતા. આ અંગેની જાણ વિજયભાઈને થતા શકદાર તરીકે હની‌ફ હાજી સુમરા અને અયુબ આમદ સુમરા નામના શખ્સો વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. તાલુકા પોલીસે આ બંન્ને શખ્સો વિરુધ્ધ હિન્દુ લાગણીને દુભાવી હોવા સહીતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...