તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

200 વર્ષથી આસ્થાનું કેન્દ્ર, ખીજડાના વૃક્ષ નીચેથી નિકળવાથી મટી જાય છે જૂની ઉધરસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખીજડા નામના વૃક્ષ નીચેની પસાર થાય એટલે ઉધરસ મટી જાય છે - Divya Bhaskar
ખીજડા નામના વૃક્ષ નીચેની પસાર થાય એટલે ઉધરસ મટી જાય છે

જૂનાગઢ: તમને કોઈ એવું કહે કે આ વૃક્ષ નીચેથી 3 વાર, 4 વાર કે 7 વાર નીકળો અને તમારી ગમે તેવી જૂની ઉધરસ બે દિવસની અંદર જ છુ થઈ જશે. કદાચ તમે આ વાતને માનતા પહેલા કહેવા વાળાની મજાક ઉડાવી શકો પણ જૂનાગઢના વડાલ નજીક કાથરોટા ગામમાં આવેલા ગંગાજળીયા દાદાના મંદિરે એવું વૃક્ષ આવેલું છે જે તમારી જૂની થી જૂની ઉઘરસને મટાડી શકવાની ક્ષમતા ધરાવે છે. આ ખીજડાનું વૃક્ષ અહિં 200 વર્ષથી એજ જગ્યાએ હોવાનું અને લોકોને સાજા કરતું હોવાનુું ગામ લોકોનું માનવું છે.

 

ગ્રામ જનો પ્રમાણે આ વૃક્ષમાં અજીબ પ્રકારની શક્તિ છે જેથી કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ધર્મ, કોઈ પણ જાતિનો વ્યક્તિ આ ખીજડા નામના વૃક્ષ નીચેની પસાર થાય એટલે ઉઘરસ મટી જાય છે. જોકે આ ગામમાં ઘણા એવા લોકો પણ છે જે આ વૃક્ષની માહત્મયને ફળીભુત કરતી હોવાનો પુરાવો આપે છે. ચોક્કસપણે આ વૃક્ષની વાતને અંધ્ધશ્રદ્ધાની બાબત સાથે જોડીને લેવામાં આવે છે. પરંતુ ગ્રામજનોના અનુભવ જ આ વૃક્ષનો પુરાવા બની રહે છે.  ગામના લોકોની આસ્થા જોડાયેલી હોવાથી આ મંંદિરને લઈ આજ દિન સુધી કોઈ સવાલ ઉભા કરવામાં નથી આવ્યા.  ગામના અમુક વ્યક્તિઓના કહેવા મુજબ જૂની ઉઘરસ પાછળ હજારોનો ખર્ચો કર્યા બાદ પણ મટતી ન હતી જે આ વૃક્ષ દ્વારા ફક્ત બે દિવસની અંદર જ મટી ગઈ હતી.

 

હું 4 વખત વૃક્ષ નીચેથી ગરક્યો અને ઉઘરસ મટી ગઈ

 

કાથરોટા ગામમાં ફરસાણની દુકાન ચલાવનાર અનીલભાઈ રૂપાપરાએ 5 વર્ષ પહેલા ખુબજ જૂની ઉઘરસ માટે એમડી ડોક્ટર પાસે 4000 હજારોનો ઘુમાડો કર્યા બાદ પણ ઉઘરસ મટતી ન હતી. જેથી આ વૃક્ષ નીચે ગરકવાનું ગંગાજળીયા દાદા મંદિરના પુુજારીએ કહેતા હું ચાર વખત ખીજડાના વૃક્ષ નીચે ગરક્યો હતો. અને મને બે દિવસમાં ઉઘરસ મટી ગઈ હતી.