• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • બુટલેગર સામે કાર્યવાહી ન થતાં પોલીસપુત્રનો આત્મવિલોપનનો પ્રયાસ | The Attempt Of Police Sons Self reliance To Take Action Against Bootleger

જૂનાગઢ: બુટલેગર સામે કાર્યવાહી ન થતાં પોલીસપુત્રનો આત્મવિલોપનનો પ્રયાસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ: જૂનાગઢનાં ઝાંઝરડા રોડ પર રહેતા અજયભારતી એમ. ગૌસ્વામીને આ વિસ્તારમાં રહેતા દારૂનાં ધંધાર્થીઓએ માર માર્યો હતો. તેમજ તેના પરિવારજનો સામે કેસ કર્યો હતો. આ ઘટના તા. 21 મેનાં બની હતી અને બી-ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. પરંતુ પોલીસે હૂમલો કરનાર સામે કાર્યવાહી ન કરતા પોલીસ પુત્ર અજયભારતી ગૌસ્વામી શુક્રવારે ઝેરી દવાની બોટલ લઇને કલેકટર કચેરીએ ઘસી આવ્યો હતો અને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. દવા પી તે પહેલા પોલીસે તેની અટક કરી હતી.

 

મહિલાઓએ ભીની આંખે હાથ જોડી કાર્યવાહી કરવા આજીજી કરી

 

બીજી તરફ તેના માતા નર્મદાબેન અને અન્ય મહિલા કલેકટર કચેરીએ દોડી આવ્યા હતાં અને રસ્તા પર બેસી વિરોધ વ્યકત કરી બી-ડીવીઝન પોલીસનાં નામનાં છાજીયા લીધા હતાં. બાદ અધિક કલેકટરને મળ્યાં હતાં. મહિલાઓએ ભીની આંખે હાથ જોડી કાર્યવાહી કરવા આજીજી કરી હતી. 

 

આગળ વાંચો: ફાયર, એમ્બ્યુલન્સ, પોલીસની ઘટ