સાબરમતીના સંતનું દીવમાં અપમાન/ મહાત્મા ગાંધીની પ્રતિમાને અજાણ્યા શખ્સે કરી ખંડિત

DivyaBhaskar.com

Nov 16, 2018, 04:09 PM IST
બાપૂની પ્રતિમાને ખંડિત કરાતાં નાક સહિતના અવશેષો વિખેરાયા
બાપૂની પ્રતિમાને ખંડિત કરાતાં નાક સહિતના અવશેષો વિખેરાયા
બાપૂનું નાક અને અન્ય ભાગોને ખંડિત કરાયા છે
બાપૂનું નાક અને અન્ય ભાગોને ખંડિત કરાયા છે
બાપૂની પ્રતિમા ચક્રતીર્થ બીચ છે
બાપૂની પ્રતિમા ચક્રતીર્થ બીચ છે
બાપૂની કદરૂપી કરી દેવાયેલી પ્રતિમા
બાપૂની કદરૂપી કરી દેવાયેલી પ્રતિમા

* દીવના ચક્રતીર્થ બીચ પર આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમાને ખંડિત કરાઈ
* અસામાજીક તત્વોએ બાપૂની પ્રતિમા ખંડિત કરતાં દીવવાસીઓમાં રોષ
* સ્થાનિક લોકોની કડક કાર્યવાહીની માંગ

દીવ: દેશને અંગ્રેજોની કેદમાંથી આઝાદ કરાવનાર સાબરમતીના સંત એવા મહાત્મા ગાંધીની પ્રતિમાને કેન્દ્રશાસિત પ્રદેશ દિવમાં ખંડિત કરવામાં આવી છે. અસામાજીક તત્વો દ્વારા દીવમાં ચક્રતીર્થ બીચ પર આવેલી બાપૂની પ્રતિમાને ખંડિત કરી હતી. જેમાં નાક તેમજ અન્ય ભાગને ખંડિત કર્યા હતા. બાપૂની પ્રતિમાને ખંડિત કરાતાં દીવવાસીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.


સ્થાનિકો નારાજ, કડક કાર્યવાહીની માંગ


અસામાજીક તત્વો દ્વારા બાપૂની પ્રતિમાને ખંડિત કરવાનું દુઃસાહસ કરાતાં દીવવાસીઓમાં રોષ વ્યાપી ગયો હતો. ઘટનાસ્થળે રહેલા લોકોએ ઘટનાની જાણ દીવ પોલીસને કરી હતી. લોકોની માંગ છે કે બાપૂની પ્રતિમા ખંડિત કરનાર આરોપીને ઝડપી પાડીને કડક કાર્યવાહી કરવામાં આવે.


દીવ પ્રવાસન સ્થળ


દીવ ગુજરાતને અડીને આવેલું અને ભૌગોલિક રીતે ગુજરાત સાથે જોડાયેલું બેટ છે. તે સૌરાષ્ટ્રના અમરેલીને અડીને આવેલું છે. દીવ ગુજરાતીઓનું પસંદગીનું પ્રવાસન સ્થળ છે. આમ તો આપણે ત્યાં લોકો દીવ જાય તેના બે જ કારણ હોય છે. દરિયો અને દારૂ. દૂવનો દરિયો આહલાદક છે. અહીં દીવનો કિલ્લો, નાઈડા કેવ્ઝ, નાગવા બીચ અને જાલંધર બીચ પ્રવાસીઓને ખેંચી લાવે છે.


દેશની આઝાદીના વર્ષો બાદ પોર્ટુગિઝોની ચૂંગાલમાંથી દીવ આઝાદ થયું


આશરે 450 વર્ષ પહેલાં ગોવા, દીવ અને દમણમાં પોર્ટુગલોએ શાસન કરતા હતા. આ સ્થળો દરિયાકિનારે આવેલાં હોવાથી ભૌગોલિક પરિસ્થિતિ અહીંથી યુરોપ સાથે વેપાર-વાણિજ્ય માટે સાનુકૂળ હોવાથી તેઓએ અહીં વસવાટ કર્યો હતો. ભારતને આઝાદી મળી ત્યારે અને ત્યારબાદ પણ આ પ્રદેશો પર પોર્ટુગીઝો શાસન કરતા હતા. ડિસેમ્બર 19, 1961ના દિવસે ભારત સરકાર દ્વારા લશ્કરી કાર્યવાહી કરી આ પ્રદેશો આઝાદ કરવામાં આવ્યા હતા.

માહિતી અને તસવીરો: જયેશ ગોંધીયા, ઉના

X
બાપૂની પ્રતિમાને ખંડિત કરાતાં નાક સહિતના અવશેષો વિખેરાયાબાપૂની પ્રતિમાને ખંડિત કરાતાં નાક સહિતના અવશેષો વિખેરાયા
બાપૂનું નાક અને અન્ય ભાગોને ખંડિત કરાયા છેબાપૂનું નાક અને અન્ય ભાગોને ખંડિત કરાયા છે
બાપૂની પ્રતિમા ચક્રતીર્થ બીચ છેબાપૂની પ્રતિમા ચક્રતીર્થ બીચ છે
બાપૂની કદરૂપી કરી દેવાયેલી પ્રતિમાબાપૂની કદરૂપી કરી દેવાયેલી પ્રતિમા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી