પાકિસ્તાનના 3000 શિવભક્તોની સોમનાથ મહાદેવની ઝાંખી

Bhaskar News

Bhaskar News

Sep 11, 2018, 01:13 AM IST
સોમનાથ મહાદેવ
સોમનાથ મહાદેવ

વેરાવળ: શ્રાવણ માસ ગઇકાલે પૂરો થયો છે. મહિના દરમિયાન 20 થી 25 લાખ શિવભક્તો સોમનાથ આવ્યા. અને પ્રત્યક્ષરૂપે મહાદેવને શીશ ઝૂકાવ્યું. પરંતુ દુનિયાનાં 40 દેશોમાં વસતા જે શિવભક્તો રૂબરૂ સોમનાથ ન આવી શક્યા તેઓએ ફેસબુક, ટ્વીટ્ટર અને ઇન્સ્ટાગ્રામમાં મનભરીને સોમનાથ મહાદેવનાં દર્શન કર્યા છે.


આ અંગેની વિગતો આપતાં ટ્રસ્ટનાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, એકલા ફેસબુકનાંજ 40 દેશોનાં 1.5 કરોડ યુઝર્સે સોમનાથ મહાદેવનાં દર્શન કર્યા. જ્યારે ટ્વીટ્ટરમાં 13.40 લાખ અને ઇન્સ્ટાગ્રામમાં 6.5 લાખ યુઝર્સે દાદાનાં દર્શન કર્યા. આ યુઝર્સમાં પાકિસ્તાનમાંથી 3 હજારથી વધુ શિવભક્તોએ પણ સોમનાથ મહાદેવનાં દર્શન કર્યા હતા. આમ શ્રાવણ માસમાં સોશ્યલ મિડીયામાં સોમનાથ દાદા છવાયેલા રહ્યા.


તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આ વર્ષના શ્રાવણ માસમાં ગત શ્રાવણ કરતાં 1 કરોડની આવક વધી. આ વખતે તો સોમનાથ દાદાનાં દર્શન, પૂજાપાઠ અને મહામૃત્યુંજયનાં જાપમાં યંગ સ્ટર્સની સંખ્યા વધી છે. મંદિરની વાર્ષિક આવક ગત વર્ષે સાડા ચાર કરોડ હતી એ વધીને આ વર્ષે 5.13 કરોડ થઇ છે. જેમાં 2 કરોડની તો પ્રસાદી ભાવિકો આરોગી ગયા છે. ટ્રસ્ટ દ્વારા દર સોમવારે પાલખીયાત્રા, ત્રીસેય દિવસ જુદા જુદા શણગાર, આરતી, પૂજાનાં દુનિયાભરનાં લોકોએ દર્શન કર્યા. યાત્રિકોના ધસારાને લઇ 2 હજાર વાહનો પાર્ક થઇ શકે એવી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાઇ હતી. ઉલ્લેખનીય છે કે દ્વાદશ જ્યોતિલિંગમાં સૌથી મોખરે જે મહાદેવનું સ્થાન છે તે પ્રભાસ પાટણ સ્થિત સોમનાથ મહાદેવના દર્શને દર શ્રાવણ માસે ભક્તોનો અભુતપૂર્વ ધરાસો રહે છે અને રૂબરૂ દર્શન લાભ મેળવી ભાવિકો ધન્યતા અનુભવે છે.

7000 મહામૃત્યુંજય જાપ-યજ્ઞ યોજાયા

આખા શ્રાવણ માસ દરમિયાન 7 હજારથી વધુ મહામૃત્યુંજય જાપ-યજ્ઞ, 231 ધજા પૂજા, 95 સવાલક્ષ બિલ્વપૂજા થઇ હતી.

X
સોમનાથ મહાદેવસોમનાથ મહાદેવ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી