2750 રૂપિયામાં તૈયાર થતી પીઓપીની પ્રતિમાનું 10,000 રૂપિયા સુધીમાં વેચાણ

જૂનાગઢમાં ગત વર્ષની ખંડિત અને ઉપયોગમાં લેવાયેલી મૂર્તિમાં રંગરોગાન શરૂ

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:27 AM
Selling up to Rs 2,750 POP statue of up to Rs 10,000

જૂનાગઢ: ગણેશ મહોત્સવને હવે ગણતરીના જ દિવસો રહ્યા છે અને શહેરના વિવિધ જગ્યાએ ગણપતિની મૂર્તિઓનું વેચાણ શરૂ થઇ ગયું છે. પરંતુ આ મૂર્તિનું વેચાણકર્તા આપણી આસ્થા સાથે ચેડા કરતા હોવાનું સામે આવ્યું છે. જૂનાગઢના કેટલાક વેપારીઓ કચરામાં પડેલા ગણેશજીની જૂની અને ખંડિત પ્રતિમાઓને ફરી રંગરોગાન કરી અડધા ભાવે શ્રદ્વાળુઓને પધરાવી રહ્યા છે. આ અંગે દિવ્ય ભાસ્કર દ્વારા તેનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ગત વર્ષની ખંડિત અને ઉપયોગમાં લેવાયેલી મૂર્તિઓમાં વેપારીઓએ રંગરોગાન શરૂ કરી દીધું છે.

ગણપતિજીની મૂર્તિ બનાવી વેચાણ કરતા વેપારીઅે જણાવ્યું હતું કે, માંગરોળથી 2500 રૂપિયાનો 20 કિલો ભુસો લઇ આવી છીએ તેમજ મોરબીથી 250 રૂપિયાની 20 કિલો પીઓપી લઇ આવવામાં
આવે છે. ભુસો અને પીઓપીના ઉંચા દામને કારણે રાહતદરે ગણપતિજીની મૂર્તિઓનું વેચાણ પહોંચાતું ન હોવાથી ગત વર્ષેની ખંડિત અને ઉપયોગમાં લેવાયેલી મૂર્તિઓનું વેચાણ કરી રહ્યા છે.

પ્રથમ અભિપ્રાય: પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિઓ બનાવીને પાણીમાં વિસર્જીત કરવાનો રિવાજ અતિશય જોખમી અને પર્યાવરણ માટે ઘાતક છે. મૂર્તિઓને રંગવા માટેના કલર તેમજ રસાયણો પાણીને
ખુબ જ પ્રદુષિત કરે છે.- ડો.મનોજ વાસન, જૂનાગઢ

બીજો અભિપ્રાય: પર્યાવરણ બચાવવા માટે આપણે ઘાંસ અને પેરિસના પ્લાસ્ટરમાંથી બનતી ગણેશજીની મૂર્તિનો ક્યારેય ઉપયોગ કરવો જોઈએ નહીં.

જણાવો તમારી મરજી- કરો મેસેજ: આપનું શુું માનવું છે પ્લાસ્ટર ઓફ પેરીસની મુર્તિ વેચાવી જોઈએ કે નહી ? 8866594554 પર અમને મોકલો આપનો પ્રતિભાવ, અમે રોજ પ્રસિદ્ધ કરીશુ પસંદગીના 3 અભિપ્રાયો, તમારુ નામ અને શહેર અવશ્ય લખવું.

X
Selling up to Rs 2,750 POP statue of up to Rs 10,000
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App