તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોરઠનાં શૂરા સંત ગોપાલાનંદજી પંચમહાભૂતમાં વિલીન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢઃ સોરઠ એટલે શૂરા અને સંતોની ભૂમી. છેલ્લા એક સૈકામાં અગ્નિ અખાડાનાં સભાપતિ અને ભારત સાધુ સમાજનાં ગુજરાત પ્રદેશનાં પ્રમુખ ગોપાલાનંદજીનો મંગળવારે દેહવિલય થયો હતો. ગઇકાલે બિલખામાં અને આજે જૂનાગઢમાં તેમની પાલખીયાત્રા નિકળી હતી. સવારે 6:30 વાગ્યે બિલનાથ મંદિરેથી નિકળી હતી. 4 ઘોડાવાળી બગીમાં તેમના પાર્થિવદેહને રખાયો હતો. 

 

પાલખીયાત્રા આશરે બે થી અઢી કિમી લાંબી 


પોલીસ બેન્ડ પર ભજનની સુરાવલીઓ, ફટાકડા અને ઘોડેસવારો સાથે નિકળેલી ગોપાલાનંદજીની પાલખીયાત્રા આશરે બે થી અઢી કિમી લાંબી હતી. જૂનાગઢનાં ઇતિહાસમાં ક્યારેય ન નિકળી હોય એવી લાંબી પાલખીયાત્રા શહેરનાં માર્ગો પર ફરી હતી. અને ભવનાથ સુધી પહોંચી પરત બ્રહ્મેશ્વર મંદિરે પરત આવી હતી. જ્યાં ગોપાલનંદજીનાં પટ્ટશિષ્ય શ્રીમહંત યોગેશ્વરાનંદજીએ તેમને મુખાગ્નિ આપ્યો હતો. બિલનાથ મહાદેવ મંદિર ખાતે વિધાનસભાનાં વિપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ હાજરી આપી હતી. યાત્રામાં તમામ સમાજોનાં આગેવાનો, રાજકીય આગેવાનો, મોટી સંખ્યામાં જોડાયા હતા. 

 

પાલખીયાત્રા વખતે અગ્નિ અખાડાનાં જનરલ સેક્રેટરીની તબિયત બગડી


ગોપાલાનંદજીની પાલખીયાત્રા શરૂ થઇ એ વખતે છેલ્લા અઠવાડિયાથી બિલખા આવી પહોંચેલા અગ્નિ અખાડાનાં જનરલ સેક્રેટરી ગોવિંદાનંદજી બ્રહ્મચારીએ છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરી હતી. આથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા જોકે, હાલ તેઓની હાલત ગંભીર છે અને તેઓ વેન્ટીલેટર પર હોવાનું પણ જાણવા મળ્યું છે.

 

95 વર્ષીય ગોવિંદાનંદજી પૂર્વ સભાપતિ ગોપાલાનંદજીની સાથેજ કુંભ મેળા વખતે તેમજ અન્ય આયોજનો વખતે ખભેખભા મિલાવીને સાથે કામ કરતા. ગોપાલાનંદજીની તબિયત બગડતાં તેઓ એક સપ્તાહથી મુંબઇથી બિલખા આવ્યા છે. પરંતુ પાલખીયાત્રા શરૂ થતાંજ તબિયત બગડતાં તેઓ હોસ્પિટલાઇઝ થતાં હવે તેમનાં સેવકો-શિષ્યોને પણ મુંબઇ ખાતે તેમનાં ગાદીસ્થાને જાણ કરાઇ છે.