જૂનાગઢ: વડાલ અને ચોકી વચ્ચે બંધ ટ્રક પાછળ ટ્રાવેલ્સ ઘૂસી જતા ઘટનાસ્થળે જ ચારના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા જ્યારે 25થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘટનાને પગલે જૂનાગઢ તાલુકા પોલીસ ઘટનાસ્થળે રવાના થતા રસ્તામાં પીસીઆર વાનને ટ્રકે ઠોકર મારતા ત્રણ પોલીસ કર્મચારીઓને ઇજા પહોંચતા સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં ઘવાયેલા લોકોને જેતપુર, ધોરાજી અને રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઉનાના ગુપ્ત પ્રયાગ મંદિરે ધાર્મિક કાર્યક્રમ માટે જતા હતા
રાજકોટ અને ગોંડલના વૈષ્ણવ સમાજના લોકો ઉના ગુપ્ત પ્રયાગ મંદિરે ધાર્મિક કાર્યક્રમ માટે જતા હતા. ત્યારે બંધ ટ્રક પાછળ ખાનગી ક્રિષ્ના ટ્રાવેલ્સ ધડાકાભેર અથડાઇ હતી. જેમાં બસનો એક બાજુનો ભાગ પડીકુ વળી ગયો હતો. ઘટનાસ્થળે જ ચાર લોકોના મોત થયા હતા. મૃતકમાં સંદિપ નરેન્દ્રભાઇ નાગરેચા, ગીતાબેન ચંદ્રેશભાઇ, દિવ્યેશભાઇ પ્રફુલભાઇ અને એક એક વ્યક્તની ઓળખ થઇ નથી.
ઇજાગ્રસ્તોની યાદી
1.અજીતસિંહ
2.ઇન્દુબેન હરસુખભાઇ
3.જયભાઇ રાજુભાઇ
4.ચંદ્રેશભાઇ લાઠીગ્રા
6.રેણુકાબેન
7. અંકિતાબેન વલ્લભભાઇ
8.વલ્લભભાઇ
9.હેમાલીબેન પ્રજ્ઞેશભાઇ
10.ચિંતન દિવ્યેશભાઇ
11.દેવરામ ગીરીશભાઇ
12.નિલેશ પારેખ
13.સુરેશ વિઠલદાસ
14.જીજ્ઞેશભાઇ ગોપાલભાઇ
15.ધ્યેય જીજ્ઞેશભાઇ
16.દિવ્યાબેન જયભાઇ
17.હિરલ દિક્ષિતભાઇ
ઇજાગ્રસ્ત પોલીસ કર્મીની યાદી
1.કરશનભાઇ
2.જયરાજ જગદીશભાઇ કંડોરીયા
3. મુળુભાઇ બાવળીયા
આગળની સ્લાઇડ્સ દર્દીઓને સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલે લાવવામાં આવ્યા ત્યારે સિવિલ હોસ્પિટલમાં લાઇટ ન હોવાથી મોબાઇલ ટોર્ચના અંજવાળે સારવાર અપાઇ.
માહિતી અને તસવીરો: સરમન રામ, જૂનાગઢ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.